આઝાદી કા અમૃત મહોત્સવ 2022-23

આઝાદીકા અમૃત મહોત્સવ | આઝાદી કા અમૃત મહોત્સવ શું છે | આઝાદી કા અમૃત મહોત્સવ 2022-23 | આઝાદી કા અમૃત મહોત્સવ 75 | આઝાદી કા અમૃત મહોત્સવ નિબંધ 

આઝાદી કા અમૃત મહોત્સવ 2022-23 ચિત્ર 

આઝાદી કા અમૃત મહોત્સવ 2022-23

આઝાદી કા અમૃત મહોત્સવ 2022-23 અને તેનું મહત્વ 

આઝાદી કા અમૃત મહોત્સવ : આઝાદીના 75 વર્ષ ” અમૃત મહોત્સવ ” તમે જાણો છો ને ભારત વિશ્વનો સાતમો સૌથી મોટો દેશ છે. જેને આપણે ભારત, હિન્દુસ્તાન અને આર્યાવર્ત જેવાં વિવિધ નામથી ઓળખવામાં આવે છે. ભારત દેશ ના લોકો વિવિધ ભાષાઓ બોલે છે અને અહીં અલગ-અલગ જાતિ, ધર્મ, સંપ્રદાય અને સંસ્કૃતિના લોકો સાથે રહે છે. 
તેથી આપણે ભારતને ‘ વિવિધતામાં એકતા ‘નો દેશ કહીએ છીએ. તમે જાણતા જ હસો ભારતનો ઈતિહાસ ખૂબ જ પ્રાચીન , ખૂબ જ વિશાળ અને ખૂબ ઊંડો છે. આપણો દેશ જ્ઞાન , વિજ્ઞાન , સમૃદ્ધિ, કલાત્મકતા, બહાદુરી અને ભાવનાથી ભરપૂર છે. જ્યારે ભારત દેશ અગ્રેજો ની ગુલામીની સાંકળોથી બંધાયેલું હતું, ત્યારે બાદ 15 ઓગસ્ટ, 1947ના રોજ દેશ અંગ્રેજોના શાસનમાંથી આઝાદ થયો હતો. 
હવે આપણો દેશ આત્મનિર્ભરતાના માર્ગે ઉપર સતત આગળ વધી રહ્યો છે, તે દરરોજ વિવિધ ક્ષેત્રમાં નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યો છે. આઝાદીની 75મી વર્ષગાંઠ પર નરેન્દ્ર મોદીજી દ્વારા શરૂ થયેલ આઝાદીકા અમૃત ઉત્સવ એ આત્મનિર્ભર ભારત નું એક બીજું પગલું છે. તો મિત્રો હવે આપણે બધા આઝાદી કા અમૃત મહોત્સવ પર વિવિઘ માહિતી મેળવીએ.
Releted topics.. 

આઝાદી કા અમૃત મહોત્સવ શું છે?  | આઝાદી કા અમૃત મહોત્સવ 2022

આઝાદી કા અમૃત મહોત્સવ 2022-23 : આપણો દેશ 15 ઓગસ્ટ, 2022 ના રોજ, આઝાદીના 75 વર્ષની ઉજવણી કરશે. આ આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી માટે આઝાદીનો અમૃત મહોત્સવ 75 ચાલુ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 12 માર્ચ, 2021ના રોજ ગુજરાતના અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું. આ તહેવાર દેશમાં 12 માર્ચ 2021 થી 15 ઓગસ્ટ 2023 સુધી ચાલશે.
આઝાદી કા અમૃત મહોત્સવનું મહત્વ 
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ 12 માર્ચ, 2022 ના રોજ અમૃત મહોત્સવની શરૂઆત કરી હતી. આ મહોત્સવ કરવાનું કારણ કે આ દિવસે મહાત્મા ગાંધીજી અને તેમના સાથીઓએ અંગ્રેજ બ્રિટિશ સરકાર દ્વારા મીઠા પર લાદવામાં આવેલા ટેક્સના વિરોધમાં ‘ મીઠું સત્યાગ્રહ ‘ શરૂ કર્યો હતો.આપણી વિવિધ વસ્તુઓ જેવીકે ચા , કપડા અને મીઠા પર અંગ્રેજોનો કબજો હતો.
 
આ કાયદાના વિરોધમાં મહાત્મા ગાંધી એ સાબરમતી આશ્રમથી એક યાત્રા કાઢી હતી. આપણા મહાત્મા ગાંધીજી એ 24 માર્ચ, 1930ના રોજ દાંડીમાં દરિયા કિનારે મીઠાના કાળા કાયદાને તોડ્યો હતો. ગાંધીજી ની આ યાત્રા 24 દિવસ ચાલી હતી જેમાં 80 લોકો સામેલ થયા હતા. આ યાત્રા 390 કિલોમીટરની હતી જેમાં અનેકો પદયાત્રામાં હજારો લોકો જોડાયા.
આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવાનો હેતુ
આજે ભારત પાસે પોતાનું એક સ્થાન છે અને આપણો દેશ સતત નવી ઉપલબ્ધતાને પાર કરી રહ્યું છે. આજે ભારત દેશ દરેક ક્ષેત્રે આગળ છે, પરંતુ જ્યારે આપણો ભારત દેશ અંગ્રેજો ની ગુલામીની બેડીમાં જકડાયેલું હતું ત્યારે આ દેશને આઝાદ કરવા માટે અનેક દેશભક્તો એ બલિદાન આપ્યા હતા, પરંતુ હજુ પણ દેશના એવા ઘણા લોકો છે જેઓ આઝાદીની લડતને જાણતા નથી અને તેમના બલિદાનની ગાથા નથી જાણતા, એમાટે તે તમામ લોકોને આઝાદીના પર્વ દ્વારા આઝાદીનો સાચો અર્થ જણાવવો ખૂબ જ જરૂરી છે.
માટેજ આ અમૃત મહોત્સવમાં આપણે એ બહાદુર વ્યક્તિઓને યાદ કરવાના છે, જેમણે પોતાનાં પરિવાર અને પોતાનાં આખા જીવન માત્ર દેશને સમર્પિત કર્યું હતું. ઘણા માં કવિ પ્રદીપની રચના દ્વારા ભારતના બહાદુર શહીદોની યાદમાં કેટલીક પંક્તિઓ પણ આપેલી છે.
આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્ર્મ જે આપની સ્વતંત્રતાનો તહેવાર છે તે કોઈ ચોક્કસ જાતિ , ધર્મ કે રાજ્ય માટે નથી પરંતુ સમગ્ર ભારત માટે મહત્વપૂર્ણ છે. ભારતકા અમૃત મહોત્સવ એ રાષ્ટ્રીય તહેવાર છે. 
આ આઝાદીનો અમૃત મહોત્સવ 75 સપ્તાહ સુધી ઉજવવામાં આવશે અને તેને અનુલક્ષીને દર અઠવાડિયે અલગ-અલગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને એના દ્વારા દેશનાં લોકોના મનમાં દેશભક્તિની ભાવના જાગૃત કરવામાં આવે છે, આ વખતે આઝાદીનો અમૃત મહોત્સવ 12મી માર્ચ 2021 થી શરૂ થયું હતું અને આગામી 75 અઠવાડિયા સુધી એટલે કે ઓગસ્ટ 2023 સુધી ચાલશે.
તમામ સરકારી શાળાઓમાં આઝાદીના અમૃત મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે. આપણા ભારતમાં કેટલીક જગ્યાએ રેલીઓ પણ કાઢવામાં આવે છે જેથી લોકો સુધી તેનું મહત્વ પહોંચી શકે . દેશની તમામ સરકારી જગ્યાએ રાષ્ટ્રધ્વજનું મહત્ત્વ સમજાવવા તેને ફરકાવવામાં આવે છે. શાળાના વિદ્યાર્થીઓ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ભાગ લે છે અને તેમની કલા દ્વારા સ્વતંત્રતાની ઉજવણી કરે છે. 
દેશની આઝાદી ને સમજાવવા વિદ્યાર્થીમાં વિવિધ રીતે જોશ જગાડવામાં આવે છે. આઝાદી કા અમૃત મહોત્સવ કાર્યક્ર્મ 15 ઓગસ્ટ 2021 થી, કાર્યક્રમની શરૂઆત દેશી સંગીત, નૃત્ય, પ્રવચન અને પ્રસ્તાવના વાંચન સાથે થઈ છે. વિવિઘ શાળાનાં બાળકો દ્વારા આ મહોત્સવમાં દેશની સંસ્કૃતિને દર્શાવતા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આઝાદી કા અમૃત મહોત્સવમાં ચરખા સાથે લોકલ ફોર વોકલને મહત્વ આપવામાં આવ્યું હતું. આ માટે સાબરમતી આશ્રમમાં વિવિઘ કાર્યક્રમો યોજવામાં આવી છે, આ કાર્યક્રમનું મહત્વ દેશના લોકોમાં આઝાદીનાં અનોખાં ઉત્સવ નું અનોખું મહત્વ સમજાય તે છે.
Ulka News HomepageCLICK HERE 


FAQs

(1) આઝાદીનો અમૃત મહોત્સવ ક્યારે સારું થયો?

Ans: 12મી માર્ચ 2021

(2) આઝાદી કા અમૃત મહોત્સવ કોણે શરૂઆત કરી હતી?

Ans: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજી

Leave a Comment

Join Our Whatsapp Group
WhatsApp Group Button