હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા નું મહત્વ, રાષ્ટ્રધ્વજ વિશે પાંચ વાક્ય

હર ઘર તિરંગા અભિયાન | હર ઘર તિરંગા | હર ઘર તિરંગા નિબંધ | હર ઘર તિરંગા ગુજરાતી નિબંધ | તિરંગા નું મહત્વ | રાષ્ટ્રીય ધ્વજ દિવસ |રાષ્ટ્રધ્વજ વિશે પાંચ વાક્ય 

તિરંગા નું મહત્વ

કોઈ પણ દેશ માટે તે દેશનો તિરંગો એટલે કે રાષ્ટ્રધ્વજ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. દેશનો રાષ્ટ્રધ્વજ તે દેશની શાન હોય છે. તેથી આપણા દેશનો તિરંગો એ આપણાં બધાના માટે ખૂબ જ મહત્વનો છે. તિરંગો આપણા દેશના લોકો માટે ગર્વ નો અનુભવ  કરાવે છે. દરેક દેશને પોતાનો નક્કી કરેલો એક ધ્વજ હોય છે. તેથી આ ધ્વજ રાષ્ટ્રની સ્વતંત્રતા અને ગૌરવ નું પ્રતિક હોય છે.

રાષ્ટ્રધ્વજ નો ફોટો | રાષ્ટ્રધ્વજ ચિત્ર | હર ઘર તિરંગા ચિત્ર

હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા નું મહત્વ,  રાષ્ટ્રધ્વજ વિશે પાંચ વાક્ય


હર ઘર તિરંગા અભિયાન ”                      

• આ અભિયાનનો ઉદ્દેશ્ય લોકોમાં દેશભાવના ઉભી થાય તે છે.

• આ અભિયાન ની ઘોષણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ કરી છે.

• આ આ અભિયાન આઝાદી કા અમૃત મહોત્સવને ચાર ચાંદ લગાડે છે.

• આ અભિયાનમાં ભારતનો પ્રત્યેક નાગરિક ભાગ લઈ શકે છે.

• 11 થી 17 ઓગસ્ટ સુધી દરેક નાગરિક પોતાની અગાસી ઉપર ધ્વજ ફરકાવી શકે છે

People Also viewed 

• 15 August 2022

• લોકો દ્વારા પસંદ કરાયેલ • આઝાદી કા અમૃત મહોત્સવ 2022-23

                                                       ” હર ઘર તિરંગા “

દરેક ભારતના નાગરિકને હર સાલ તિરંગો ફરકાવવો જોઇએ. સ્વતંત્રતા દિવસે અને પ્રજાસત્તાક દિવસે અચૂક રીતે ફરકાવવો જ જોઈએ. તિરંગોએ દેશનો ભાવી ગૌરવ છે.  ” હર ઘર તિરંગા ” અભિયાનના માધ્યમથી દેશના તિરંગા ને વધારે પડતો સન્માન આપવાની દિશામાં લઈ જવાનો પ્રયત્ન કરવામાં આવે છે

આઝાદીના 75  વર્ષ પૂરા થયા હોવાથી નરેન્દ્ર મોદીજીએ ” હર ઘર તિરંગા ” મહોત્સવ નું આયોજન કરીએ છીએ. ” હર ઘર તિરંગા ” નો ઉદ્દેશ્ય ભારત સરકાર  એ દરેક ઘરને તિરંગા સાથે જોડી રહે છે. 15 થી 17 ઓગસ્ટ સુધી આ ઉજવણી ચાલુ રહેશે. 

આપણો દેશ 2021 થી ” આઝાદી કા અમૃત મહોત્સવ ” ની ઉજવણી કરી રહ્યો છે. આઝાદીનો શુભ પર્વ હોવાથી તે દેશની તમામ સરકારી અને બિનસરકારી શાળાઓમાં ઉજવવામાં આવે છે. આ અભિયાનમાં દેશના તમામ નાગરિકોને જોડાવવું જોઈએ. 

      ” આઝાદીના 75 વર્ષને આ રીતે મનાવવાનો છે કે….

                      દેશના ગૌરવ તિરંગા ને બધા જ ઘરો માં ફરકાવો છે “

રાષ્ટ્રીય ધ્વજ વિશે નિબંધ

ભારતીય રાષ્ટ્રધ્વજ ના દરેક રંગ |રાષ્ટ્રધ્વજ વિશે પાંચ વાક્ય 

India national flag

આપણા દેશનો તિરંગો ત્રણ રંગો ધરાવે છે. જે ઉપરથી નીચે તરફ ક્રમશઃ આ મુજબ છે. (1) કેસરી (2) સફેદ (3) લીલો

કેસરી રંગનો પટ્ટો: આ રંગ વીરતાનું પ્રતીક છે. ત્યાગ અને બલિદાનની ભાવના પણ વ્યક્ત કરે છે. આથી આ રંગ સૂચવે છે કે આપણે દેશની રક્ષા માટે બલિદાન ની ભાવના સૂચવે છે. 

સફેદ રંગનો પટ્ટો: સફેદ રંગ એ પ્રેમ સભર જીવન અને શાંતિનો સંદેશ આપે છે. આ રંગ ની વચ્ચે અશોક ચક્ર પણ આવેલું છે. આ અશોક ચક્ર એ બધા જ ધર્મમાં સંમભાવના (સમાન ભાવના) રાખવા નું સૂચવે છે.

લીલાં રંગનો પટ્ટો: આ રંગ હરિયાળી ક્રાંતિનું પ્રતીક છે. દેશ હંમેશા સતત પ્રગતિ કરતો રહે એવી ભાવના સૂચવે છે.

આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું. તેથી આપણો દેશ અંગ્રેજોના શાસન હેઠળ પરતંત્ર હતો. આપણે આપણો ધ્વજ પણ ફલકાવી ન શકતા હતા. ગાંધીજી અને અન્ય નેતાઓએ આઝાદી મેળવવા અંગ્રેજો સામે અનેક આંદોલનો કર્યા.

અનેક દેશભક્તોએ આ માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું. જેને આપણે દેશના મહાન વ્યક્તિઓ કહીએ છીએ. આ બધાના બલિદાનો અને મહત્વપૂર્ણ કાર્યકારી દ્વારા 15 ઓગસ્ટ 1947 ના દિવસે આપણો દેશ આઝાદ થયો. આપણા દેશ ઉપર આપણું રાજ્ય થયું અને આપણે આપણો રાષ્ટ્રીય ધ્વજ તિરંગો ફરકાવ્યો. 

રાષ્ટ્રીય ધ્વજ દિવસ

રાષ્ટ્રીય ધ્વજ દિવસ 15 મી ઓગસ્ટ અને 26 જાન્યુઆરી જેવા રાષ્ટ્રીય તહેવારોના દિવસે આપને આપણો રાષ્ટ્રધ્વજ ફરકાવીએ છીએ. અને આઝાદી નો અનોખો મહોત્સવ માનવીએ છીએ. સરકારી મકાનો ઉપર હંમેશા તિરંગો લહેરાતો હોય છે. આપણા દેશમાં કોઈ મહાનુભવનો અવસાન થાય ત્યારે તેના ઉપર તિરંગો ઢાંકવામાં આવે છે. 

રાષ્ટ્રધ્વજ એ દેશની શાન છે આપણે રાષ્ટ્ર ધ્વજ ગૌરવ જાળવવું જોઈએ. પ્રાણ સમાજ પણ કરીને પણ રાષ્ટ્રધ્વજનું ગૌરવ જાળવવું જોઈએ. હવે બધા જ મારી સાથે બોલો….રાષ્ટ્રીય ધ્વજ ગીત ના થોડા શબ્દો.

                    ” વિજય વિશ્વ તિરંગા પ્યારા,

                                ” ઝંડા ઊંચા રહે હમારા “

                                     …..જય હિંદ….

Ulka News HomepageCLICK HERE 

0 thoughts on “હર ઘર તિરંગા અભિયાન અને તિરંગા નું મહત્વ, રાષ્ટ્રધ્વજ વિશે પાંચ વાક્ય”

Leave a Comment