Ahmedabad Accident: અમદાવાદમાં ઓવરસ્પીડે અકસ્માતોનો સિલસિલો યથાવત
Ahmedabad Accident (11 નવેમ્બર 2023) અમદાવાદમાં ઓવરસ્પીડ અકસ્માતોનો સિલસિલો યથાવત છે ધનતેરસની મોડી રાત્રે શહેરના ભોપાલ વિસ્તારમાં કાળા રંગની કાર પૂરપાટ ઝડપે જઈ રહી હતી જેના કારણે ચાલકે બીઆરટીએસ રેલિંગને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ કારનો આગળનો ભાગ રેલિંગ સાથે અથડાઈને તૂટી ગયો હતો જ્યારે મજબૂત રેલિંગ પણ તૂટી ગઈ છે.
જે કાર પૂર ઝડપે દોડી હતી અને અકસ્માત સર્જ્યો હતો તેનો નંબર HR 72B 4050 છે આ બતાવે છે કે આ કાર કોઈ અન્ય રાજ્યની છે.
અકસ્માત બાદ લોકોના ટોળા ત્યાં પહોંચી ગયા હતા. મોટી સંખ્યામાં લોકો ત્યાં પહોંચ્યા અને આ કારને જોઈ.
બુધવારે રાતે પણ ઓવર સ્પીડના કારણે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમા બે લોકોના મોત નીપજ્યા હતા ગોદરા હાઈવે પર કાર અચાનક ઓવર સ્પીડમાં ટ્રક પાછળ ધડાકાભેર અથડાઈ હતી જેમાં બે લોકોના મોત થયા છે પોલીસે આપેલી માહિતી અનુસાર, મૃતકોની ઓળખ રવિરાજ સિંહ (32) અને દેહરાજ સિંહ (22) તરીકે થઈ છે જેઓ કારમાં આગળ બેઠેલા હતા અને ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા કારના અન્ય બે મુસાફરોને ઈજાઓ પહોંચી હતી અને તેમને અમદાવાદની સોલા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.