| |

સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા – ગુજરાતનું સૌથી મોટું ગ્રંથાલય | Central library Vadodara

WhatsApp Group Join Now
Telegram Group Join Now

આ પોસ્ટ માં આપણે સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા (Central library Vadodara) વિષે માહિતી મેળવશું, જેમાં તેની વિશિષ્ટતા, બાંધકામ, તેના વિવિધ નામ, તે ક્યાં આવેલી છે, વગેરે.

ભૂતપૂર્વ વડોદરા રાજ્યના પ્રજાવત્સલ અને આર્ષદ્રષ્ટા મહારાજા સયાજીરાવ ગાયકવાડ ત્રીજા (Maharaja Sayajirao Gaekwad Third) ના કલ્યાણકારી રાજ્યશાસન દરમિયાન, વડોદરા રાજ્યની પ્રજા પણ આવી સ્વયંશિક્ષણ અને આજીવન કેળવણીની પ્રવૃત્તિથી લાભાન્વિત થાય તેવા ઉમદા હેતુથી, મહારાજાએ પોતાના લક્ષ્મી વિલાસ પેલેસમાં સંગ્રહિત ગ્રંથોને જૂના સરકારવાડા (રોયલ મેન્થાન)માં સ્થળાંતરિત કરીને પ્રજાજનો માટે ખુલ્લા મુકવામાં આવ્યા હતા આ ગ્રંથસંગ્રહમાં સંપતરાવ ગાયકવાડના અંગત સંગ્રહનો પણ ઉમેરો થયેલો.

વિલિયમ બોર્ડનના માર્ગદર્શન હેઠળ, ભૂતપૂર્વ વડોદરા રાજ્યમાં આ ગ્રંથાલયના નેજા હેઠળ શરૂ થયેલ સાર્વજનિક ગ્રંથાલય પ્રવૃત્તિનો સમગ્ર વડોદરા રાજ્યમાં વિસ્તાર થયો અને તેમાં ભારતની ગ્રંથાલય પ્રવૃત્તિના ઇતિહાસમાં “વડોદરા રાજ્યની સાર્વજનિક ગ્રંથાલય પ્રવૃત્તિ” તરીકે ગૌરવવંતુ સ્થાન મળેલું.

સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરાની વિશિષ્ટતા

મધ્યવર્તી પુસ્તકાલય, વડોદરાનું ગ્રંથાલય ભવન યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના વોશિંગ્ટન સ્થિત “લાઇબ્રેરી ઓફ કોંગ્રેસ”ના ગ્રંથાલય ભવનની ડિઝાઇન પર આધારિત અને સ્થાપત્યકળાની દ્રષ્ટિએ અદ્વિતિય ગણી શકાય તેવું છે.

સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરાની વિશિષ્ટતાઓ નીચે મુજબ છે:

  • પુસ્તકાલય ભારતમાં વ્યાવસાયિકો માટેનું પ્રથમ મોબાઈલ લાઈબ્રેરી યુનિટ અને તાલીમ કેન્દ્ર હતું.
  • પુસ્તકાલયમાં લગભગ 2,55,333 પુસ્તકો છે

સ્થાપત્યકલાની દ્રષ્ટિએ અદ્ભુત: ગ્રંથાલયનું મુખ્ય ભવન 1910માં બનાવવામાં આવ્યું હતું અને તે સ્થાપત્યકલાની દ્રષ્ટિએ અદ્ભુત માનવામાં આવે છે. તે લાકડાના બિમ, ઈંટો, સિમેન્ટ, સ્ટીલ અને કોપર જેવા વિવિધ સામગ્રીથી બનેલું છે. બરોડા સેન્ટ્રલ લાઇબ્રેરી લાઇબ્રેરીનો સ્ટેક એરિયા ત્રણ-સ્તરની વ્યવસ્થા છે, જેમાં પ્રત્યેક સ્ટેક 85 ફૂટ ઊંચો અને 34.5 ફૂટ પહોળો છે.

બેલ્જિયમથી આયાત કરવામાં આવેલ 9 મીમી જાડા કાચના ફ્લોર દ્વારા દરેક સ્તરને બીજાથી અલગ કરવામાં આવે છે. ચાર-સ્તરની ગોઠવણ સાથે એડજસ્ટેબલ સ્ટીલ છાજલીઓ જે દરેક સ્તરે અંદાજે 3 લાખ વોલ્યુમ સંગ્રહિત કરી શકે છે. પુસ્તકાલયમાં ત્રણ ફ્યુમિગેશન ચેમ્બર પુસ્તકોને જંતુઓથી મુક્ત રાખવામાં મદદ કરે છે.

ટેકનોલોજીથી સજ્જ: ગ્રંથાલય ટેકનોલોજીથી સજ્જ છે 2004માં, ગ્રંથાલયને કમ્પ્યુટરાઇઝ કરવામાં આવ્યું હતું અને 2005માં, R.F.I.D. સિસ્ટમ લાગુ કરવામાં આવી હતી આ સિસ્ટમનો ઉપયોગ પુસ્તકોની સુરક્ષા અને વ્યવસ્થાકીય પ્રબંધ માટે થાય છે.

વિવિધ સુવિધાઓ: ગ્રંથાલયમાં વિવિધ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ છે, જેમાં મુખ્ય પ્રવેશ દ્વાર, પુસ્તક આપ-લે વિભાગ, લોબી અને સ્ટોર વિભાગ, કાર્યાલયો, ગ્રંથપાલ ચેમ્બર, વાતાનુકૂલિત સેમિનાર હોલ અને મહિલા અને બાળ વિભાગનો સમાવેશ થાય છે.

આપણ વાંચો: Gujarat Library List: ગુજરાતમાં આવેલા ગ્રંથાલય અને લાઈબ્રેરી

સેન્ટ્રલ લાઇબ્રેરી વડોદરા (મધ્યવર્તી પુસ્તકાલય) એક આધુનિક અને સુવિધાસભર ગ્રંથાલય છે જે વાંચકોને વિવિધ પ્રકારની માહિતી અને સંસાધનો પ્રદાન કરે છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *