Gujarat Rain: 14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદની આગાહી

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Gujarat Rain Forecast: ગુજરાતમાંથી ચોમાસાએ વિદાય લીધી છે, પરંતુ ફરી એક વરસાદી સિસ્ટમ સર્જાતા ગુજરાતના કેટલાક જિલ્લામાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં છુટછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

(Ulka News Gujarati) હવામાન વિભાગના અનુમાન મુજબ 14 ઓક્ટોબરથી 16 ઓક્ટોબર સુધી છુટછવાયો વરસાદ વરસી શકે છે અમદાવાદમાં પણ છુટાછવાયા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

Gujarat Rain: 14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન મેચમાં વરસાદની શક્યતા

14 ઓક્ટોબરે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ અમદાવાદ નેરન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે આગાહી મુજબ, આ મેચ દરમિયાન વરસાદની શક્યતા છે.

આ આગાહીથી ખેલૈયાઓ, આયોજકો અને ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે ખેડૂતોને ચિંતા છે કે વરસાદના કારણે તેમના પાકને નુકસાન થઈ શકે છે.

અંબાલાલ પટેલ ની આગાહી 2023

Gujarat Rain નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, 14 ઓક્ટોબરે એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે અને તેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે ઉપરાંત 19 ઓક્ટોબરે પણ મજબૂત એક વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતાઓ છે.

વરસાદની આગાહીના આધારે નીચેનાં પગલાં લેવામાં આવી શકે છે

  • ખેડૂતોએ તેમના પાકને વરસાદથી બચાવવા માટે યોગ્ય પગલાં લેવા.
  • 14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન મેચ જોવા જતા ખેલૈયાઓએ વરસાદ માટે તૈયાર રહેવું.
  • આયોજકોએ મેચની યોજનામાં વરસાદની સંભાવનાને ધ્યાનમાં લેવી.

વરસાદની આગાહીની સચોટતા

હવામાન વિભાગની આગાહીની સચોટતા 70% જેટલી હોય છે જો કે, કેટલીકવાર વાતાવરણમાં થતા અણધાર્યા પરિવર્તનના કારણે આગાહીઓમાં ફેરફાર થઈ શકે છે.

ગુજરાત સમાચારની પળે-પળ ની ઉપડેટ માટે જોડાયેલા રહો Ulka News Gujarati પર.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *