SSCની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર : ધોરણ 10નું પૂરક પરિણામ જાહેર.
SSCની પુરક પરીક્ષાનું પરિણામ જાહેર | ધોરણ 10નું પરિણામ 24.72 ટકા આવ્યું છે | ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્ય શિ્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત રાજયમાં ધોરણ 10નું પરિણામ 24.72% આવ્યું છે. જેમાં કુલ પરીક્ષામાં 158686 વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા હતા. જેમાંથી 140509 જેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
તેમાંથી માત્ર 34738 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જેથી તેમનું પરિણામ 24.72 ટકા આવ્યું છે. જેમાં છોકરી ઉમેદવારનું પરિણામ 26.25 ટકા જ્યારે છોકરાનું પરિણામ 23.72
ટકા આવ્યું છે. સરિરિક રિતે નબળાં વિદ્યાર્થીઓને 20 ટકાના પાસિગ ધોરણે પાસ કરવામાં આવે છે જેમાં આવા બાળકો 189 પણ પાસ થયા છે. ગણિત ઉમેદવારોમાં 3367 પૈકી 3191 ઉમેદવારો ઉપસ્થિત રહ્યાં હતાં. જેમાંથી ગણિતમાં પાસ થનારા ઉમેદવારોની સંખ્યા 2286 છે.
ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનુ એમ બંનેનું 62.72 % પરિણામ આવ્યું હતું. આત્યરે ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીનું પરિણામ 62.72 ટકા આવ્યું છે.
વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીનું પરિણામ 29.29 ટકા આવ્યું છે. પહેલી વાર રાજ્યમાં પૂરક પરીક્ષાનું આટલું મોટું પરિણામ આવ્યું છે. ધોરણ 12 સામાન્ય
પ્રવાહની પરીક્ષા માટે કુલ 41167 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તેમાંથી 37457 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અને 23494 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા છે. તેમનું ટકાવારી પ્રમાણ 62.72% વિદ્યાર્થીઓ પાસ થયા છે. આમ, છોકરીઓનું પરિણામ 68.93% જ્યારે છોકરાનું પરિણામ 58.86% આવ્યું છે.
આમ, આ પરીક્ષામાં વિદ્યાર્થીઓ મોટા પ્રમાણમાં હોય છે. ગુજરાત બોર્ડ દ્વારા ૨૫ થી ૨૮ મી સુધી લેવાયેલી ધો.૧૦ અને ૧૨ વિજ્ઞાનની પુરક પરીક્ષામાં ધોરન ૧૦માં ૧.૩૦ લાખથી વધુ ઉમેદવારોમાંથી ૧.૦૮ લાખથી વધુ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહ પુરકનું પરિણામ ગત ૧૫મીએ જાહેર કરાયુ હતું.
આજે ધોરણ ૧૦ની પુરક પરીક્ષા પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યુ છે. ૧૨ વિજ્ઞાન પ્રવાહના ૨૩ હજાર ઉમેદવારો માંથી પરીક્ષા આપનારા ૧૯ હજારથી વધુ વિદ્યાર્થીઓ હતા. જ્યારે ધોરણ ૧૦માં ૧.૦૮ લાખથી વધુ વિદ્યાર્થી ઉમેદવાર છે. પુરક પરીક્ષામાં ફરી પરીક્ષા આપનાર વિદ્યાર્થી ની મોટી સંખ્યા હોય છે.
Ulka News homepage | CLICK HERE |