કચ્છમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, ઘણા વિસ્તારોમાં પાણી ભરાયું

Heavy rain in kutch, gujarat

BY VIKAS PARMAR

કચ્છમાં ગઈકાલે રાત્રે ભારે વરસાદ અને વાવાઝોડા જેવા પવનને કારણે ભારે નુકસાન થયું છે. ઘણા વિસ્તારોમાં પાણી ભરાયું છે અને વીજળી ગુલ થઈ ગઈ છે.

અંજારમાં ગઈકાલે રાત્રે 3 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. ભારે પવનને કારણે ઘણા વૃક્ષો ધરાશાયી થયા છે અને મકાનોને નુકસાન થયું છે. સ્વામિનારાયણ મંદિર મહોત્સવના મંડપમાં પણ પાણી ભરાયું હતું.

અંજારમાં ભારે વરસાદ

ગાંધીધામ અને ભુજમાં પણ ગઈકાલે રાત્રે ભારે વરસાદ પડ્યો હતો. ગાંધીધામના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયું હતું.

ગાંધીધામ અને ભુજમાં પણ વરસાદ

રાપરના ગાગોદર ગામમાં ગઈકાલે રાત્રે કરા સાથે વરસાદ પડ્યો હતો. કરાના કારણે પાકને નુકસાન થયું છે.

રાપરમાં કરા સાથે વરસાદ