આ પોસ્ટમાં આપણે મહાન વ્યક્તિઓમાંના એક સ્વામી વિવેકાનંદ નું બાળપણ જીવન – યુવાન નરેશ નો જન્મ સમયનું નામ તેમનો જન્મ ક્યાં થયો હતો, તે તેમના મિત્ર સાથે કેવી રીતે રહેતા હતા, તેમનું શાળાકીય જીવન કેવું હતું, તેના વિશેની માહિતી આપેલી છે.
સ્વામી વિવેકાનંદ જીવન ચરિત્ર – યુવાન નરેશ
અહીં શ્રીરામકૃષ્ણ ની મુલકાત પહેલાં સ્વામી વિવેકાનંદ – યુવાન નરેશ નું જીવન કે જેનાં ચાર ૪ મુદ્દામાં માહિતી આપેલ છે.
૧. યુવાન નરેશ
એક વખત કોલકાતાની શેરીઓમાં એક યુવાન ચાલ્યો જતો હતો. એકાએક એને કાને બરાડા પડ્યા. શું છે એ ? તેણે એક ઘોડાગાડીને શેરીમાં ધસી જતી જોઈ. ઘોડાગાડીએ જોડેલ પોડો પ્રબળ વેગે દોડતો હતો. કંઈક વસ્તુથી તે ભડકીને ભાગતો હતો. એ ઘોડાગાડીમાં એક સ્ત્રી બેઠી હતી અને ખૂબ ગભરાઈ ગઈ હતી. ઘોડાગાડી ગમે તે પળે ઊંધી વળે એમ હતી એટલે તેનો જીવ જોખમમાં હતો. કોઈ એને મદદ કરી શકે તેમ ન હતું.
પેલા યુવાને આ બધું જોયું. તે જવાંમર્દ હતો. ઘોડો નજીક આવ્યો અને આ યુવાન જિંદગીને જોખમમાં મૂકીને તેના તરફ દોડ્યો, લગામ પકડી લીધી અને પોડાને રોકી દીધો. પેલી સ્ત્રીની જિંદગી બચી ગઈ. તે માટે તે આ યુવાનની આભારવશ બની ગઈ.
આ યુવાન કોણ હતો ? તે વખતે સૌ એને નરેન્દ્રનાથ કહેતા. પછીથી તેઓ સ્વામી વિવેકાનંદના નામે સખ્યાત સંન્યાસી બન્યા. કોલકાતાના સિમુલિયા વિસ્તારમાં રહેતા સુખ્યાત દત્ત કુટુંબમાં એમનો જન્મ થયો હતો. પિતા શ્રી વિશ્વનાથ દત્ત વકીલ હતા. તેમણે ઘણા વિષયોનો અભ્યાસ કર્યો હતો અને તેમને બધા માનની દૃષ્ટિએ જોતા. તેમનાં પત્નીનું નામ ભુવનેશ્વરીદેવી હતું. તેઓ દેખાવે મહારાણી જેવાં લાગતાં અને સ્વભાવ-વર્તન પણ એવાં ! સૌ કોઈ એને યાહતા અને માનઆદર આપતા.
૧૨ જાન્યુઆરી, ૧૮૬૩ને સોમવારના મકરસંક્રાંતિના પવિત્ર દિવસે તેમને ત્યાં પ્રથમ પુત્રનો જન્મ થયો. તેમણે એનું નામ નરેન્દ્રનાથ પાડ્યું.
નાનપણમાં નરેન્દ્ર અત્યંત તોફાની હતો અને ક્યારેક ભુવનેશ્વરીદેવી માટે એને અંકુશમાં લેવો મુશ્કેલ બની જતું. આમ છતાં પણ જ્યારે નરેન અત્યંત અશાંત, અધીર બની જતો ત્યારે ભુવનેશ્વરીદેવી તેના માથા પર ઠંડું પાણી રેડતાં અને એના કાનમાં શિવનું નામ જપતાં. નરેન તરત શાંત થઈ જતો, એ સમયે તો એ નાના નરેનને અંકુશમાં લાવવા આ એક માત્ર ઉપાય હતો.
નાનો નરેન પોતાની માતા પાસેથી ઘણું શીખ્યો હતો. તેને તેઓ મહાભારત અને
રામાપક્ષમાંથી વાર્તાઓ કહેતાં. નરેનને રામની વાર્તા સાંભળવામાં ઘણો રસ પડતો. તે રામસીતાની માટીની મૂર્તિ વેચાતી લાવ્યો અને ફરથી તેની પૂજા કરતો. તેને રામાયાનો પાઠમાં ભળવો પો ગમતો. હનુમાનનાં દર્શન થઈ જાય એવી આશામાં એક વખત તે એક કેળના બગીચામાં લાંબો સમયસુધી રહી. એ સાંભળ્યું હતું કે રામના આ વીરભક્તનું એ માનીતું સ્થાન છે.
તેને ધ્યાનની રમત રમવાનું ઘણું ગમતું હતું. તે પોતાના એકાદ-બે મિત્રને એકાંત સ્થળે લઈ જતો અને રામસીતા કે શિવની મૂર્તિ સામે બેસતો. પછી નરેન ધ્યાનમાં લીન થઈ જતો અને ઈશ્વર વિશે જ વિચારતો. તે ઈશ્વરના ધ્યાન ચિંતનમાં એટલો ડૂબી જતો કે થોડા સમયમાં પોતાની આજુબાજુ શું બની રહ્યું છે, તેનો તેને અનુભવ પણ ન થતો.
એક વખત આવા ધ્યાનમાં લીન હતો ત્યારે એક ભયંકર સાપ ત્યાં આવી ચડ્યો. બીજા બધા છોકરાઓ તો ડરી ગયા અને ભાગી ગયા. પણ નરેન તો અટલ-અચલ બેસી રહ્યો. પેલા છોકરાઓએ બરાડા પાડ્યા પણ તેણે કાંઈ સાંભળ્યું નહિ. થોડા સમય પછી પેલો સાપ તો ત્યાંથી ચાલ્યો ગયો. પછીથી તેનાં માબાપે નરેનને પૂછ્યું કે ત્યાંથી કેમ ભાગી ન ગયો ? તેણે જવાબ આપ્યો. ‘અરે ! મને તો સાપની કંઈ ખબરેય ન હતી. હું તો આનંદમાં મગ્ન હતો.’
જ્યારે સાધુ-સંન્યાસીઓ એમને ઘરે આવતા ત્યારે નરેનને ઘણો આનંદ થતો. તેમને ક્યારેક કીમતી વસ્તુઓ પણ આપી દેતો. એક વખત એવું પોતાનું નવું વસ્ત્ર એક સાધુને આપી દીધું. ત્યાર પછી એમના ઘરે કોઈ સાધુઓ આવતા ત્યારે તેમનાં માબાપ એમને ઓરડામાં પૂરી દેતાં. પરંતુ નરેન જેવા સાધુઓને જોતી કે બારીમાંથી ચીજવસ્તુઓ તેમના તરફ ફેંક્યો. તે અવારનવાર કહેતો કે કોઈક વખતે તે પોતે પણ સાધુ બની જશે.
આપણે આગળ કહ્યું તેમ નરેનના પિતા વકીલ હતા. ઘણા લોકો એમને મળવા આવતા. વિ તેઓ તેમની આગતાસ્વાગતા કરતા અને હુક્કો પીવાનું કહેતા. જુદી જુદી જ્ઞાતિના લોકો માટે હ્રામાં જુદી જુદી નળીઓ હતી. પણ નરેનને મન આ જ્ઞાતિજાતિ તો મોટું રહસ્ય લાગતું. એક જ્ઞાતિના માણસને બીજા જ્ઞાતિના માણસ સાથે ભોજન લેવાની છૂટ કેમ નથી? જુદી જુદી જ્ઞાતિના માણસ માટે ડક્કામાં જુદી જુદી નળીઓ કેમ ? તેમાં મુસ્લિમો માટે પણ એક નળી હતી.
જે પોતે બધી નળીઓમાંથી ફક્કો પીએ તો શું થઈ જાય? શું એને લીધે કંઈ ધડાકો થાય ખરો ? શું ઘરનું છઠ્ઠુંછાપરું પડી જાય ? નરેને આ પ્રશ્નનો ઉત્તર પોતાની મેળે મેળવવાનું નક્કી કર્યું. એણે એક નળીમાંથી દમ લીધો, પણ કંઈ થયું નિહ. વારાફરતી બધી નળીઓમાંથી મુક્કાનો દમ ભર્યો; પણ કંઈ અવનવું ન થયું. બરાબર એ જ સમયે એમના પિતાજી ઓરડામાં આવ્યા અને તે શું સર કરતો હતો એ વિશે પૂછ્યું.. નરેને જવાબ આપ્યોઃ ‘પિતાજી, જો હું જ્ઞાતિ-જાતિ ભેદ તોડું તો શું થાય, એ જોવાનો પ્રયત્ન કરતો હતો. ‘ પિતાજી હસ્યા અને પોતાના અભ્યાસમાં લાગી ગયા.
૨. નાનો નરેન શાળામાં અને રમતગમતના મેદાનમાં
નરેન છ વર્ષનો થયો અને એને ભણવા બેસાડ્યો. શરૂઆતમાં તો તે શાળાએ ન જતો, તેનાં માતપિતાએ એના માટે એક શિક્ષક રાખ્યો હતો. તે લખવા વાંચવાનું ઝડપથી શીખી ગયો. તેની યાદશક્તિ ઘણી સારી હતી. પોતાના શિક્ષકના મોઢેથી એક વખત સાંભળીને એને એક વખત વાંચી જતો અને તેને બધું યાદ રહી જતું અને સમજાઈ જતું.
જ્યારે નરેનની ઉંમર સાત વર્ષની થઈ ત્યારે મેટ્રોપોલિટન ઇન્સ્ટિટ્યૂટમાં ભણવા મૂક્યો. આ શાળા પંડિત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે સ્થાપી હતી. નરેન્દ્ર તો ઘણો મેધાવી હતો અને તરત જ પોતાના વિદ્યાપાઠ શીખી જતો. તે છોકરાઓનો નેતા બની ગયો. તેને રમતગમતમાં બહુ મા પડતી. તે શાળાની રિસેસમાં નાસ્તો ઝડપથી પતાવીને સૌ પહેલાં રમતના મેદાનમાં દોડી જતો. ખેલકૂદ, દોડવું, મલ્લકુસ્તી, આરસની લખોટીથી રમવું, વગેરે એમની પ્રિય રમતો હતી. ક્યારેક
ક્યારેક તે નવી નવી રમતો પણ શોધી કાઢતો. ક્યારેક તો નરેન વર્ગખંડને રમતનું મેદાન બનાવી દેતો. શિક્ષકની હાજરીમાં પણ તે પોતાના મિત્રો સાથે વાતો કરતો અને એમને વાર્તાઓ પણ કહેતો. એક વખત એક શિક્ષકે એને વાતો કરતાં જોયો . તે નરેન પાસે આવ્યા . તેને અને તેના મિત્રોને પોતે ભણાવેલા પાઠનું પુનરાવર્તન કરવા કહ્યું. નરેન સિવાય બાકીના બીજા બધા મુગામંતર ! નરેન તો પોતાના મિત્રો સાથે વાતોયે કરતો હતો અને શિક્ષક ભણાવતા હતા તે સાંભળીયે શકતો હતો !
શિક્ષકે પૂછેલા બધા પ્રશ્નોના એણે સાચેસાચા જવાબ આપ્યા. કોણ વાર્તા કરતું હતું એ વિશે શિક્ષકે પૂછ્યું ત્યારે પેલા વિદ્યાર્થીઓએ નરેન તરફ આંગળી ચીંધી. શિક્ષકના માન્યામાં આ ન આવ્યું એટલે બીજા વિદ્યાર્થીઓને ઊભા રહેવાની સજા કરી. પણ નરેનને સજા ન કરી, પરંતુ નરેન પણ ઊભો રહ્યો. શિક્ષકે એને એમ કરવાની જરૂર નથી, એમ કહ્યું, પરંતુ નરેન તો ઊભો જ રહ્યો ! તેણે કહ્યું: ‘હું વાતો કરતો હતો એટલે મારે પણ ઊભા જ રહેવું જોઈએ.’
નરેનની એક બીજી પ્રિયરમત હતી “રાજા અને તેનો દરબાર’. અલબત્ત રાજા તો નરેન જ બનતો. પૂજાના ઘર સુધી જતા દાદરાના ચઢાણ પર આ રાજદરબાર યોજાતો. સૌથી ઊઁચ પગથિયે નરેન પોતાના શાહી સિંહાસન પર બેસતો પછી પોતાના કારભારીઓની નિમણૂક કરતો. એક છોકરાને દીવાન અને બીજાને સર-સેનાપતિ બનાવતો. કેટલાકને ખંડિયા રાજા તો વળી કેટલાકને સરકારી કારભારી રૂપે નીમતો.
પોતપોતાના મોભા પ્રમાણેસૌ પોતપોતાનું સ્થાન નીચેના પગથિયા પર લેતા. આવી રીતે નરેન, શહેનશાહ પોતાનો દરબાર ભરતો. રાજા તરીકે તે આદેશો આપતો, સમસ્યાઓને ઉકેલતો અને બળવાખોરોને દબાવી દેતો. રાજાની આજ્ઞાનું કોઈ ઉલ્લંધન ન કરી શકે. એક રાજદ્રોસીને અપાતી કડકમાં કડ સજાનો આદેશ પણ તે કરતો. પેલો દેશદ્રોષી નાસી છૂટવાનો પ્રયત્ન કરતો પણ રાજના સૈનિકો તેનો પીછો કરતા, અંતે એને પકડી લેતા. એ વખતે ઘણા મોટા બૂમબરાડા પણ પડતા.
નરેનને પ્રાણીઓ પ્રત્યે ઘણો લગાવ હતો. તે ઘરની ગાય સાથે રમતો, તે ઘરમાં પાળતું પ્રાણીઓ અને પક્ષીઓ રાખતો. આ બધાંમાં એક વાંદરો, બકરી, મોર, કેટલાંક કબૂતર અને બેત્રણ સસલાં હતાં.
એક ઘોડાગાડીવાળો નરેનનો ખાસ મિત્ર હતો અને અવારનવાર એમની સાથે તે અંતરંગ મિત્રની જેમ વાતો કરતો. સાઈસ કે અશ્વપાલ એ ઘણી મોટી વ્યક્તિ હોય છે એમ નરેન માનતો. મોટી પાઘડી પહેરીને, હાથમાં ચાબૂક ફેરવતો તે ઘોડાગાડી હાંકવા બેસતો. નરેન ક્યારેક કહેતો કે જ્યારે તે મોટો ઘરો ત્યારે તેને આ ગાડીવાન બનવું ગમશે.
તે ઘણું કામ પોતાને હાથે કરી લેતો. એકાદ વખત તે રાંધવાની રમતેય રમતો. તે શાકભાજ અને મસાલા ખરીદી લાવતો અને જુદી જુદી વાનગીઓ બનાવતો. તે ખરેખર સારો રસોઈય હતો. વળી ક્યારેક છોકરાઓની એક ટોળીને ભેગી કરતો અને નાટકો પણ કરતો. પછી એને અંગકસરતમાં રસ લાગ્યો. પડોશમાં આવેલ એક અખાડામાં તે જોડાયો. તે લાઠીદાવ, મલ્લ કુસ્તી, પટ્ટાબાજી અને બીજી ઘણી રમતો પણ શીખ્યો.
એક વખત નરેન અને તેના મિત્રો એક લાકડાનો મોટો થાંભલો ઊભો કરવાનો પ્રયત્ન કરતા હતા. નાના છોકરાઓ માટે તો આ કામ કપરું હતું. ઘણા માણસો આ જોવા એકઠા તો થયા હતા પણ કોઈએ મદદ ન કરી. ટોળામાં નરૈનની નજરે એક અંગ્રેજ ખલાસી ચડ્યો. તેની પાસે જઈને સહાય કરવા વિનંતી કરી. પેલો ખલાસી સહાય કરવા તૈયાર થયો. થાંભલો ઊંચકવામાં મદદ કરવા માંડ્યો પણ એકાએક થાંભલો છટક્યો અને ખલાસીના માથે ભટકાયો. પેલો તો બેભાન થઈને ઢળી પડ્યો. મોટા ભાગના લોકોએ માન્યું કે ખલાસી તો ખલાસ ! તેમણે તો ત્યાંથી પોબારા ભણ્યા.
નરેન અને એના એકાદ-બે મિત્રો ખલાસીને મદદ કરવા ત્યાં જ ઊભા રહ્યા. નરેને પોતાની ધોતીમાંથી ટુકડો ફાડીને પાટો કર્યો. એ પાટો એના પા પર બાંધીને ખલાસીના મોઢા પર હળવે હળવે પાણી છાંટ્યું અને ધીમે ધીમે કપડાથી હવા પણ નાખી. થોડા સમય પછી ખલાસી ભાનમાં આવ્યો. પછી નરેન તેને એક નજીકની શાળાના ઓરડામાં લઈ ગયો અને ડોક્ટરને પણ બોલાવી લીધા. અઠવાડિયાની સારવાર પછી ખલાસી સાજો-સારો થઈ ગયો. તે પહેલાં નરેને પોતાના મિત્રો પાસેથી થોડાક રૂપિયા પૈસા ભેગા કર્યા અને પેલા ખલાસીને આપ્યા.
૩. નરેન અને તેના મિત્રો
નરેન્દ્ર અને તેના મિત્રો કોલકાતાનાં ઘણાં જોવાલાયક સ્થળો જોવા જતા. એક વખત કોલકાતાની નજીક મેટિયર્સમાં આવેલા નવાબનો પાણીબાગ બોટમાં બેસીને જોવા ગયા. પાછા ફરતી વખતે એક છોકરો માંદો પડયો અને ઊલટી કરીને દોડી બગાડી મારી, હોડી વાળો ગુસ્સે થયો અને હોડી સાફ કરી નાખવા કહ્યું. છોકરાઓએ ઈનકાર કર્યો. એને બદલે તેઓ બમણું ભાડું આપવા તૈયાર હતા. હોડીવાળો સહમત ન થયો. બધા ઘાટે પહોંચ્યા .
પણ છોકરાઓને કિનારે જવા ન દીધા. હોડીવાળાએ તેમને ન કહેવાનાં વેણ સંભળાવ્યાં અને દમદાટી પણ આપી. નરેન હોડીમાંથી કૂદીને બહાર આવી ગયો. નજીકમાંથી જતા બે અંગ્રેજ સૈનિકોને જોયા અને તેમને સહાય કરવા વિનંતી કરી. તેઓ નરેન સાથે ગયા. શું બન્યું એનો ખ્યાલ સૈનિકોને આવી ગયો. તેમણે બૂમ પાડીને છોકરાઓને છોડી મૂકવાનો આદેશ આપ્યો. હોડીવાળા ડરી ગયા અને બધાને છોડી મૂક્યા.
નરેન અગિયાર વર્ષનો હતો ત્યારે એક વખત કોલકાતાના બંદરે બ્રિટિશ યુદ્ધ જહાજ આવ્યું. ઘણા લોકો આ જહાજ જેવા ગયા. નરેન અને તેના મિત્રોને પણ જોવાની ઇચ્છા હતી. પુ જહાજ જોવા માટે એક ખાસ અંગ્રેજ અધિકારી પાસે પાસ મેળવવાનો હતો. નરેન તો અરજીપત્ર ભરીને એ અધિકારીના કાર્યાલયે પહોંચી ગયો. ઘણા લોકો અંદર જતા હતા. નરેન તો નાનો હતો. એટલે દરવાને એને અંદર જવા ન દીધો. હવે કરવું શું એના વિચારમાં નરેન પડી ગયો અને બહાર ઊભો રહ્યો. બધા લોકોને પહેલા માળના એક ઓરડામાં જતાં જોયા. તેણે વિચાર્યું કે એ બીજું પ્રવેરાદ્વાર હોવું જોઈએ. ફરીને એ મકાનની પાછળ ચાલીને ગયો.
ત્યાં એક દાદરો નજર ચડયો અને દરવાન પણ નહતો. નરેન પહેલા માળે ચડી ગયો. તેણે પડદો ખસેડયો અને જોયું તો બીજા લોકો જ્યાં ઊભા હતા તે ઓરડામાં પોતે પહોંચી ગયો હતો. તે લોકોની હારમાં ઊભો રહી ગયો અને પેલા અંગ્રેજ અધિકારીએ કંઈ પૂછ્યા વિના તેની અરજી પર સહી કરી. નરેન તો મુખ્ય દરવાજેથી બહાર નીકળ્યો. એને બહાર નીકળતો જોઈને દરવાનને નવાઈનો પાર ન રહ્યો. એક પૂછ્યું, “હું કેવી રીતે અંદર ગયો ?’ નરેને હસતાં હસતાં જવાબ આપ્યો : ‘અરે, હું જાદુગર હું એની તમને ખબર નથી શું ?”
નરેનના એક મિત્રના વાડામાં એક મોટું વૃક્ષ હતું. નરેન અને એના મિત્રો આ ઝાડ પર ચક્તા અને ડાળીએ ડાળીએ ઝૂલતા, નરેન તો પગથી ડાબે લટક્યો, હીંચતો અને અંતે અલગોટિયું મારીને નીચે ઊતરતો.
એ મકાનમાં એક વૃદ્ધ રહેતો હતો. તેને છોકરાઓની આવી ઝાડ પરની હીંચકા ખાવાની ખમી રમતો જોવી ગમતી નહિ. એક દિવસ તેણે નરેન અને તેના મિત્રોને બોલાવ્યા અને કહ્યું ઃ આ ઝાડમાં ભૂત છે, એની તમને ખબર છે ? એમાં બ્રહ્મ રાક્ષસ એ છે, જો તમે એને ખલેલ પહોંચાડશો તો તે તમારી ડોક મરડી નાખશે. જો જો સંભાળજો, હવે એ ઝાડ પર ફરીથી ચડતા નહિ.’
બીજા છોકરાઓને ડરાવવા આ પૂરતું હતું, પણ નરેન ડર્યો નહિ. જેવા પેલા વૃદ્ધ નજર બહાર થયા કે નરેન ત્યાં ગયો અને ઝાડ પર ચડી ગયો. તેના મિત્રોએ પૂછ્યું : “તે ઝાડ પર ચડવાની હિંમત કેમ કરી ? પેલા વૃદ્ધે કહ્યું હતું તે શું સાંભળ્યું ન હતું ?’ નરેન હસ્યો અને કહ્યું : ‘અરે, તમે કેવા મુરખ છો ! હું તો આ ઝાડ પર કેટલીય વાર ચડયો છું. જો પેલા વૃદ્ધની વાત સાચી હોત તો ઘણા વખત પહેલાં મારી ગરદન મરડાઈ ગઈ હોત !’
૪. ‘નરેન મોટો થાય છે’
જેમ જેમ નરેન મોટો થતો ગયો તેમ તેનો પુસ્તકોના અભ્યાસમાં રસ વધતો ગયો અને હવે બહુ રમતો રમતો નિહ. તેનો શાળાનો અભ્યાસ ઘણી સારી રીતે ચાલતો હતો; પરંતુ તેના પિતા તેને બે વર્ષ સુધી કોલકાતાથી બહાર લઈ ગયા અને તેનું શાળાએ જવાનું બંધ થયું. જ્યારે પાછો આવ્યો ત્યારે ત્રણ વર્ષનો અભ્યાસ એક વર્ષમાં કરવાનો હતો. પરીક્ષાનો સમય નજીક આવ્યો ત્યારે સખત અભ્યાસ કર્યો. પ્રથમ વર્ગ સાથે તેણે ‘પ્રાવેશિક પરીક્ષા’ પાસ કરી. આ વર્ષે આવી સિદ્ધિ મેળવનાર એ એક માત્ર વિદ્યાર્થી હતો. પછી તે પ્રેસિડન્સી કોલેજમાં એક વર્ષ માટે ગયો.
બીજે વર્ષે તે જનરલ એસેમ્બલી ઈન્સ્ટિટ્યૂટમાં ગયો, અત્યારે એ સ્કોટિશ ચર્ચ કોલેજના નામે ઓળખાય છે. નરેન કેટલો મેધાવી હતો કે એ જોઈને આ કોલેજના અધ્યાપકો સ્તબ્ધ થઈ જતા. પ્રિન્સિપાલ પ્રો. ડબલ્યુ. ડબલ્યુ પ્રેસ્ટી કહેતા કે એણે નરેન જેવો મેધાવી વિદ્યાર્થી જોયો નથી. નરેને સખત અભ્યાસ કર્યો. ઘણા વિષયો પરનાં અનેક પુસ્તકો વાંચી નાખ્યાં. તેણે આર્ટ્સની પ્રથમ વર્ષની પરીક્ષા ૧૮૮૩માં અને ૧૮૮૪માં સ્નાતકની પીડા પસાર કરી.
નરેને ચાર – પાંચ વર્ષ સુધી સંગીતનો પણ અભ્યાસ કર્યો. તેઓ ઘણાં વાઘો વગાડતાં શીખ્યા; સારા ગાયક તરીકે જાણીતા પણ બન્યા. તેઓ સારું ગાઈ શકતા હતા તેથી એમને ઘણી મહેફિલોમાં આમંત્રણ મળતું. આવી મહેફિલોમાં વ્યંગવિનોદ કરવાં ગમતાં; પણ બૌતિક ચર્ચામાં એમને ઘણો આનંદ થતો. તેઓ અવારનવાર ગહન વિષયો પર પોતાના મિત્રો અને કયારેક વડીલો સાથે ચર્ચા-વાદવિવાદ કરતા. તેઓ વાદવિવાદ કરવામાં કુશળ હતા. બહુ થોડા લોકો એમની તર્કશક્તિ સામે ટકી શકતા.
આ જ વખતે નરેનને ધર્મવિષયક બાબતોમાં રસ જાગ્યો. આ જમાનામાં બીજા યુવાનોની જેમ તે પણ બ્રાહ્મોસમાજમાં જોડાયા અને કેશવચંદ્ર સૈનનો વ્યાખ્યાનો પણ સાંભળ્યાં. બ્રાહ્મોસમાજમાં તેમને અવારનવાર ગીતો ગાવાનું કહેવાતું. પણ તેમના મનની મોટી મૂંઝવણ આ હતીઃ “ઈશ્વર છે કે નિહ, અને કોઈએ એને નજરે જોયા છે ખરા? આ પ્રશ્નનો ઉત્તર મેળવવા તેઓ મહર્ષિ દેવેન્દ્રનાથ ટાગોર જેવી કેટલીય ધર્મ ગતની પ્રતિભાઓને મળ્યા, પણ એમાંથી કોઈ એમની શંકાનું સમાધાન ન કરી શકી.
Read More..
Ulka News Homepage | CLICK HERE |