પરેશ ગોસ્વામી ની આગાહી,paresh goswami weather,આગાહી ના સમાચાર

WhatsApp Group Join Now
Telegram Group Join Now

પરેશ ગોસ્વામી ની આગાહી,paresh goswami weather,paresh goswami weather update,આગાહી ના સમાચાર:- નમસ્કાર મિત્રો,એક વાર ફરીથી તમારા બધાનું આપણી આ લેખમાં સ્વાગત છે. આ લેખમાં પરેશ ગોસ્વામી દ્વારા કરેલી આગાહી વિશે માહિતી આપી છે જેમાં ક્યાં વિસ્તાર માં વરસાદ પડશે અને કઈ તારીખે થી વરસાદ નું જોર ઘટશે તેની માહિતી આપેલી છે.

ખાસ કરીને આજના આ લેખમાં 24 જુલાઈના રોજ કયા વિસ્તારની અંદર વરસાદ પડ્યો અને આગળ વરસાદની તીવ્રતા કેવી રહેશે, વાવણી લાયક વરસાદ થયો હોય અને વાવણી બાકી હોય તો ક્યા પ્રકારનું વાવેતર કરવું જોઈએ, તેની માહિતી આપી છે. ગઈકાલે જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના બરોડા સુધીના વિસ્તારોમાં આજે ભારે વરસાદ નોંધાયો છે.

સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાં છેલ્લા એક અઠવાડિયામાં ભારે થી અતિ ભારે વરસાદ પડ્યો હતો, જેવો જ વરસાદ આજે દક્ષિણ ગુજરાત અને બરોડા આસપાસના ભરૂચ સહિતના વિસ્તારોમાં નોંધાયો છે. ગઈકાલે આપેલા એલર્ટ મુજબ આજે વરસાદ જોવા મળ્યો છે.

આ વિસ્તારોમાં આવનારા 24 થી 36 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, ડાંગ, બીલીમોરા, મધ્ય ગુજરાતના અમદાવાદથી નીચેનાં આણંદ, નડિયાદ, ખેડા, બરોડા, જંબુસર, વાઘેલા, ભાલના અમુક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતાઓ છે.

29 જુલાઈ સુધી વરસાદ ચાલવાનું છે. મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર અને ઉત્તર ગુજરાતના પાટણ, બનાસકાંઠા, મહેસાણાના મુખ્ય વિસ્તારોમાં હળવા વરસાદની શરૂઆત થઈ ગઈ છે. ઘણા દિવસોથી રાહ જોતા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે, જો કે હેવી વરસાદ અથવા જરૂરિયાત મુજબ વરસાદ હજુ પણ આગળની 36 થી 48 કલાકમાં થશે.

રાપર, સુરેન્દ્રનગર, મોરબી, બોટાદ, ભાવનગરમાં પણ સારા વરસાદની શક્યતાઓ છે.

દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં આજે ઘણા દિવસોથી ઓછા વરસાદ પડ્યા છે.

મગફળી, કપાસ બંનેનું વાવેતર ઓગસ્ટની બીજી અને ત્રીજી તારીખ સુધી કરી શકાય છે.

આ વર્ષના હવામાનની દ્રષ્ટિએ આ વર્ષે આવું છે, દર વર્ષે આવું નથી.

જો કે ત્રણ ઓગસ્ટ પછી ડુંગળીના વાવેતર અંગે વિચારવું જોઈએ.

સારાંશ

આ લેખ પરેશ ગોસ્વામી કરેલી આગાહી પર આધારિત છે આમાં ભૂલ પણ હોય શકે અને દરરોજ આવી માહિતી મેળવા માટે અમારા whatsapp ગ્રુપ માં જોડાવા નું ભુલશો નહીં

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *