સ્વામી વિવેકાનંદ ઉપદેશામૃત – માનવની દિવ્યતા

અહીં આપણે સ્વામી વિવેકાનંદ દ્વારા આપવામાં આવેલ 29 થી પણ વધુ માનવની દિવ્યતા ને લગતા વાક્ય આપેલાં છે. આ આપેલ વાક્ય માં માનવે મનથી ક્યાં પ્રકારનું જીવન જીવવું જોઇએ, પોતાની શક્તિ નો કેવી રીતે ઉપયોગ કરવો, તમામ મનની શક્તિ નું વર્ણન કરવામાં આવ્યું છે.
સ્વામી વિવેકાનંદ ઉપદેશામૃત - માનવની દિવ્યતા

માનવની દિવ્યતા – સ્વામી વિવેકાનંદ ઉપદેશામૃત

(1) મારો આદર્શ ખરેખર થોડાક શબ્દોમાં આમ મૂકી શકાય : માનવજાતને તેનામાં રહેલી ટિયતાનો અને જીવનની દરેક પ્રવૃત્તિમાં તેને કેવી રીતે વ્યક્ત કરવી, તેનો ઉપદેશ આપવો.
(2) પ્રત્યેક આત્મા અપ્રગટરૂપે પરમાત્મા છે. એ તમે કર્મ દ્વારા, કે ઉપાસના દ્વારા, કે યોગ દ્વારા, કે તત્ત્વજ્ઞાન દ્વારા કરો – એક દ્વારા કે એકથી વધારે દ્વારા કરો કે આ બધાં દ્વારા કરો અને મુક્ત થાઓ. ધર્મનું સમગ્ર તત્ત્વ આ છે. સિદ્ધાંતો, કે સાંપ્રદાયિક માન્યતાઓ, કે કર્મકાંડ, કે શાસ્ત્રગ્રંથો, કે મંદિરો, કે મૂર્તિઓ, એ બધાં ગૌણ વિગતો માત્ર છે. (રાજયોગ)
(3) માનવ સ્વભાવમાં જે કાંઈ મજબૂત, સારું અને શક્તિશાળી છે તે એ દિવ્ય ચૈતન્યમાંથી ઉત્પન્ન થયેલું છે; અને જો કે ઘણામાં એ સુષુપ્ત છે, તો પણ એના અસલ સ્વરૂપે માણસ માણસમાં કશો જ ભેદ નથી, સહુ એકસમાન ચૈતન્યરૂપ છે. 
(4) સર્વ શક્તિ તમારી અંદર રહેલી છે; તમે એમાં શ્રદ્ધા રાખો.. તમે એ માનો જ નહીં કે તમે દુર્બળ છો.. જાગો, ઊભા થાઓ અને તમારી અંદર રહેલી દિવ્યતાને પ્રગટાવો.

(5) આપણે સર્વશક્તિમાનનાં સંતાન છીએ, આપણે અનંત અગ્નિના સ્ફલિંગો છીએ. આપણે શૂન્ય થઈ જ કેમ શકીએ? આપણે સર્વસ્વરૂપ છીએ, સર્વ કંઈ કરવાને તૈયાર છીએ, સર્વ કઈ કરી શકીએ છીએ અને આપણે સર્વ કંઈ કરવું જોઈએ !માનવની દિવ્યતા
(6) આપણી શક્તિ, આપણી ધન્યતા, આપણું જ્ઞાન અનંતપણાને પામ્યા વિના રહી જ ન રાકે. અનંત શક્તિ, અનંત અસ્તિત્વ અને અનંત ધન્યતા આપણાં જ છે; આપણે તેમને મેળવવાનો Aતાં નથી, એ આપણા પોતાનાં જ છે; માત્ર આપણે તેમને પ્રગટ કરવાનાં છે.
(7)  તમારામાંની દિવ્યતાને પ્રગટ કરો, એટલે સર્વ કાંઈ તેની આસપાસ મેળપૂર્વક ગોઠવાઈ જશે.
(8)  સ્વામી વિવેકાનંદ – જીવન અને સંદેશ દરેક માણસમાં અનંત પૂર્ણતા અવ્યક્ત સ્વરૂપે રહેલી જ છે. દરેક માણસમાં પણ સાધુભાવ, ઋષિપણું કે અવતારની સ્થિતિએ.. અથવા ભૌતિક અન્વેષણામાં મહાન શોધકની. મહત્તાએ પહોંચવાની અવ્યક્ત શક્તિ રહેલી જ છે.
(9) માનવીમાં પોતામાં અનંત શક્તિ પડી છે, અને તે તેનો સાક્ષાત્કાર કરી શકે છે. તે થઈ શકે છે; પણ તે તેવું માનતો નથી.
(10) કોઈ પોતાને અધમ અને નિર્બળ માને તે જ મને તો પાપ અને અજ્ઞાન લાગે છે !
(11) આપણા દરેકે દરેકની અંદર અનંત જ્ઞાન પૂરેપૂરી માત્રામાં રહેલું છે. તમે ભલે અજ્ઞાની લાગતા હો, પણ તમે ખરેખર અજ્ઞાની નથી… અત્યારે તમે મને ભલે હસો, પણ એવો સમય જરૂર આવશે કે જ્યારે તમે આ સમજશો, તમારે સમજવું જ પડશે. 
(12) આ આત્મા બધામાં એક જ છે; માત્ર જુદી જુદી વ્યક્તિઓમાં તેની અભિવ્યક્તિમાં ભિન્નતા હોય છે. આ આત્માને પ્રગટ કરવા પ્રયત્ન કરો; તુરત તમે જોશો કે તમારી બુદ્ધિ દરેક વિષયમાં પ્રવેશ કરે છે… આત્માનો પ્રકાશ થવાથી તમને જણાશે કે વિજ્ઞાન, દર્શન અને બીજી બધી વસ્તુઓ પર સહેલાઈથી કાબૂ મેળવી શકાય છે.
(13) ‘ઊઠો, જાગો, હવે વધારે ઊંઘો નહિ; બધી ખામીઓ અને બધાં દુ:ખોને દૂર કરવાની શક્તિ તમારી અંદર જ છે.’
(14)  મનુષ્ય પોતાના અનંત, શાશ્વત, અમર આત્માના મહિમા ઉપર મુસ્તાક બને છે; કે જે આત્માને શસ્ત્રો છેદી શકતાં નથી, અગ્નિ બાળી શકતો નથી, જળ પલાળી શકતું નથી, વાયુ સૂકવી શકતો નથી. જે અજર છે, અમર છે, અનાદિ ને અનંત છે, જેની વિરાટ મહત્તા પાસે આ સુર્ય, ચંદ્ર અને બધાં સૂર્યમંડળો સાગરમાં બિંદુ સમાન છે, જેના મહિમા પાસે આકાશ શૂન્યમાં લય જાય છે અને કાળ અદૃશ્ય ચાલ્યો જાય છે. આ મહિમાવાન આત્મામાં આપણે શ્રદ્ધા રાખવી જોઈએ. એમાંથી શક્તિ આવશે.
(15) આત્માની આ અનંત શક્તિનો પ્રભાવ જડ પદાર્થ પર પાડવામાં આવે, ત્યારે ભૌતિક વિકાસ થાય છે, વિચાર પર તેનો પ્રભાવ પાડવામાં આવે, ત્યારે બૌદ્ધિક વિકાસ થાય છે.
(16) માટે તમે પોતાનામાં શ્રદ્ધા રાખો; જો તમારે ભૌતિક સંપત્તિ જોઈતી હોય તો આ સિદ્ધાંતનો ઉપયોગ કરો તો એ તમને જરૂર મળશે. જો તમારે બુદ્ધિનો વભવ જોઈતો હોય તો બૌદ્ધિક ક્ષેત્રમાં આ સિદ્ધાંતનો ઉપયોગ કરો, એટલે તમે પ્રખર બુઢિશાળી બનશો અને છે તમારે મુક્તિ મેળવવાની ઇચ્છા હોયતો આધ્યાત્મિક ભૂમિકા પર.
(17)  માણસ પોતે તે જાણતો હોય કે ન જાણતો હોય પણ તેના આત્મામાં અનંત શક્તિ રહેલી છે. તેની અભિવ્યક્તિ એ માત્ર તેનું ભાન થવાનો જ પ્રશ્ન છે. ધીમે ધીમે જાણે કે આ વિરાટ જાગી ઊઠે છે, તેને પોતાની શક્તિનું ભાન થાય છે.
(18) આખી દુનિયામાં બુલંદ અવાજે જાહેર કરો ઃ ‘તમારામાં પાપ નથી, તમારામાં દુખ નથી. તમે સર્વ પ્રબળ શક્તિનો ભંડાર છો. ઊઠો, જાગ્રત થાઓ અને તમારામાં રહેલી પેલી દિવ્યતાને પ્રકટ કરી ‘ 
(19) અનંત પૂર્ણતાનું બીજ તો બધામાં રહેલું છે. આપણે આશાવાદી માનસ કેળવવું જોઈએ અને સર્વમાં રહેલા મંગલ તત્ત્વને જોવાનો પ્રયાસ કરવો જોઈએ. જો આપણે બેઠા બેઠા આપણા મન અને શરીરની અપૂર્ણતા અંગે વિલાપ કર્યા કરીએ તો આપણને કંઈ લાભ થવાનો નથી; પ્રતિકૂળ સંÒગોને તાબે કરવાનો બહાદુરીભર્યો પ્રયાસ જ આપણા આત્માને ઊંચે લઈ જાય છે.
(20) જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે, તેમ તેમ દિવસે દિવસે મને વધુ ને વધુ ખાતરી થતી જાય છે કે દરેક માનવી દિવ્ય છે. કોઈ પણ પુરુષ કે સ્ત્રી, પછી તે ગમે તેવાં દુષ્ટ હોય છતાં, તેમનામાંથી પેલી દિવ્યતાનો નાશ થતો નથી.
(21) તમે કોણ છો, તમારૂં મૂળ સ્વરૂપ શું છે, એ તમારે જાણવું જોઈએ. તમારી ભીતરના અનંત સ્વરૂપ માટે તમારે જાગ્રત બનવું જોઈએ. ત્યાર પછી જ તમારાં બંધનો તૂટી જશે.
(22) ‘તમે અનંત શક્તિશાળી આત્મા છો’ એમ સહુ વિચાર કરો અને પછી જુઓ કે કેવી શક્તિ પ્રગટે છે !
(23) ‘જ્ઞાન એ જ શક્તિ છે.’ એવી એક ઉક્તિ છે. શું એવું નથી ? જ્ઞાન દ્વારા જ શક્તિ આવે છે. માસ પોતે અનંત શક્તિ અને ઊર્જા છે, એ એણે જાળવું જ રહ્યું. વાસ્તવિક રીતે તે પોતે પોતાના મૂળ સ્વરૂપથી શક્તિશાળી અને સર્વજ્ઞ છે અને આ એણે જાણવું જ જોઈએ. અને જેમ જેમ તે પોતાના આત્મતત્ત્વ વિશે જાગ્રત બને તેમ તેમ તે વધુ ને વધુ શક્તિ પ્રગટાવી શકે છે, તેમજ એનાં બંધનો તૂટી જાય છે અને અંતે તે મુક્ત બને છે.
(24) આત્મા કદી જન્મ્યો નહોતો અને કદી મૃત્યુ પામશે નહી; તથા આપણે મરી જવાન છીએ અને મરવાથી કરીએ છીએ વગેરે બધા વિચારો માત્ર વહેમો છે. તેમજ અમે આ કરી શકીએ અને પેલું કરી ન શકીએ, એ બધા વિચારો પણ વહેમો છે. આપણે બધું કરી શકીએ.
(25) વેદાંત મનુષ્યોને પ્રથમ પોતાની જાતમાં શ્રઢા રાખતાં શીખવે છે… આપણા પોતાના આત્માના મહિમામાં ન માનવું એને વેદાંત નાસ્તિકપણું કહે છે. બેશક, ઘણાને મન આ વિચાર ભયંકર છે; અને આપણામાંના ઘણાખરા ધારે છે કે આ આદર્શે કદી પહોંચી શકાય નહીં, પરંતુ વેદાંત ભારપૂર્વક કહે છે કે દરેક માણસ તેનો સાક્ષાત્કાર કરી શકે.
(26) સર્વદા આ આત્મા વિશે જ વાતો કરો, તેના વિશે જ સાંભળો અને તેના વિશે જ વિચારો. આવી રીતે સાધના કરવાથી કાળક્રમે તમે જોશો કે બ્રહ્મરૂપી સિંહ તમારામાં પણ જાગી ઊથશે.
(27) અંદરનો આત્મા તો હંમેશા ઝળહળતો જ હોય છે. આવા આત્માથી વિમુખ બનીને,પોતાનું ધ્યેય હાડમાંસના આ વિચિત્ર પીંજરારૂપી ભૌતિક શરીર પર કેન્દ્રિત કરીને લોકો ‘’ ‘હું’ એમ કર્યા કરે છે, આ જ બધી નિર્બળતાનું મૂળ છે. 
(28) જડ દ્રવ્ય જ શક્તિમાન હોય તો વિચાર સર્વશક્તિમાન છે આ ભાવના તમારા જીવનમાં ઊતરે એમ કરો; તમારી જાતને તમારા સર્વશક્તિત્વની, તમારી ભવ્યતાની અને તમારા ાિખાની ભાવનાથી ભરપૂર કરી મૂકો.
(29)  આ બધા વેદાંતના વિચારો બહાર આવવા જ જોઈએ; એ કેવળ અરણ્યમાં કે ગુફામાં પડયા રહેવા ન જોઈએ; એ બહાર ન્યાયાલયમાં આવવા જોઈએ; વ્યાસપીઠ ઉપર એ આવવા જોઈએ. ગરીબની ઝૂંપડીમાં તેમજ માછલી પકડતા માછીમારની પાસે અને અભ્યાસ કરતા વિદ્યાર્થી પાસે એ પહોંચવા જોઈએ…. જો માછીમાર માને કે પોતે ‘આત્મા’ છે, તો એ વધુ સારો માછીમાર થશે; જો વકીલ માનશે કે પોતે ‘આત્મા’ છે. તો વધુ સારો વકીલ થશે; એમ બધી બાબતોમાં સમજવાનું છે.
Read More..

Ulka News Homepage CLICK HERE 

Leave a Comment

WhatsApp Group Button