ગુજરાતના નૃત્યો PDF | Gujarat Na lok Nritya – ગુજરાતના લોકનૃત્યો

WhatsApp Group Join Now
Telegram Group Join Now

અહીં તમે પ્રથમ ગુજરાતના લોકનૃત્યો વિષે માહિત ગાર થશો અને ત્યાર  પછી આગળ જતા Gujarat Na Lok Nritya in Gujarati Pdf પ્રાપ્ત કરશો. 

લોકનૃત્ય એ ગુજરાતી સંસ્કૃતિનો એક અભિન્ન અંગ છે આદિવાસીઓની આસપાસ ઘૂમતું આ નૃત્ય તેમની સંસ્કૃતિ અને પરંપરાઓનું પ્રતિબિંબ છે.

લોકનૃત્ય એ આદિવાસી નૃત્યનું સંવર્ધિત સ્વરૂપ છે આદિવાસીઓ પ્રકૃતિના ભક્ત હોય છે અને તેમના નૃત્યોમાં પ્રકૃતિનું ગાન કરવામાં આવે છે તેઓ આનંદ, ઉત્સાહ, ઉજવણી, ધાર્મિક વિધિઓ અને અન્ય પ્રસંગો પર નૃત્ય કરે છે.

લોકનૃત્ય શીખવા માટે કોઈ ઔપચારિક તાલીમની જરૂર નથી તેઓ અનુકરણ અથવા સંસ્કાર દ્વારા શીખે છે નાના બાળકો પણ તેમના માતા-પિતા અને વડીલોને જોઈને નૃત્ય શીખી લે છે.

ગુજરાતમાં લોકજાતિઓ, લોકબોલીઓ અને વસ્ત્રાભૂષણોમાં જેટલું વૈવિધ્ય છે એટલું જ વૈવિધ્ય તેનાં લોકગીતો, લોકઉત્સવો અને લોકનૃત્યોમાં પણ જોવા મળે છે વિવિધ જાતિનાં લોકનૃત્યોમાં સામ્ય હોવા છતાં વિવિધ પંથકોની બોલી, ઉત્સવો, વાહો અને વસ્ત્રાભૂષણોને કારણે સ્થાનિક રંગોની છાંટ સાથે લોકનૃત્યોમાં ભારે વિવિધતા જોવા મળે છે.

ગુજરાતના કેટલાક પ્રખ્યાત લોકનૃત્યો

1ગરબો14માંડવા નૃત્ય
2ગરબી15ટિપ્પણી નૃત્ય
3રાસ16પઢાર નૃત્ય કે મંજીરા નૃત્ય
4રાસડા17મેરાયો નૃત્ય
5ઢોલો રાણો નૃત્ય18ધામલ નૃત્ય
6ઠાગા નૃત્ય19ગોફગૂંઠણ નૃત્ય
7હાલી નૃત્ય20જાગ નૃત્ય
8મેર નૃત્ય21અશ્વ નૃત્ય
9ચાળો નૃત્ય ડાંગ22વણજારાનું હોળી નૃત્ય
10ઘેરીયા નૃત્ય (ઘેર નૃત્ય)23રૂમાલ નૃત્ય
11તડવીઓનું ઘેરિયા નૃત્ય24મરચી નૃત્ય
12તલવાર નૃત્ય25આદિવાસી તૂર નૃત્ય
13શિકાર નૃત્ય26આલેણી-હાલેણી નૃત્ય

Gujarat Na Lok Nritya વિષે સંપૂર્ણ માહિતી

અહીં ગુજરાતમાં ઉજવાતા 26 જેટલા લોકનૃત્યો ની સવિસ્તાર માહિતી આપેલ છે.

(૧) ગરબો

  • ગરબો સ્ત્રી દ્વારા ભજવાતું નૃત્ય છે.
  • ગુજરાતમાં શક્તિ પૂજા થી ગરબો લોકપ્રિય બન્યો છે.
  • નવરાત્રીના શુભ અવસરે સ્ત્રીઓ આદ્યશક્તિ અંબિકા, બહુચરા વગેરે ની આરતી દરમિયાન ગરબાને માથા પર રાખી ગરબો ગાય છે.
  • ગરબા શબ્દ નો ઉદ્દભવ ગર્ભદીપ પરથી થયો છે
  • ગરબો એ સ્ત્રી પ્રધાન નૃત્ય છે.
  • ગરબા ની રચના માટે માટલામાં કાણા પાડી તેમાં દીવો ગોઠવવામાં આવે છે.
  • ગરબો એ સંઘનૃત્ય છે.

(૨) ગરબી

  • ગરબી એ નવરાત્રીના તહેવાર સાથે સંકળાયેલ છે.
  • ગરબી એ ગરબાની જેમ સંઘનૃત્ય નો પ્રકાર છે.
  • ગરબી પુરુષ પ્રધાન નૃત્ય છે.
  • ગરબી એ સાદા પગલા અને તાળીઓ દ્વારા સમૂહમાં ગીત ગાતા ગાતા વર્તુળમાં ચકરું મરાતું નૃત્ય છે.

PEOPLE ALSO READ: ભારતના પ્રમુખ લોકનૃત્ય

(૩) રાસ

  • સૌરાષ્ટ્ર નું આગવું અને સર્વોત્તમ લોકનૃત્ય રાસ છે.
  • જ્યાર થી લોકોમાં વૈષ્ણવ સંપ્રદાય નો પ્રભાવ પડ્યો તેથી રાસ પ્રચલિત બન્યું.
  • રાસ નૃત્ય હલ્લીસક અને લાસ્ય પરથી ઉતરી આવ્યું છે.
  • રાસ બે પ્રકારના છે (૧) ઘસિક રાસ (૨) દાંડિયા રાસ
  • સ્ત્રી અને પુરુષ બંને દ્વારા કરતું નૃત્ય છે.

(૪) રાસડા

  • મોટાભાગની સ્ત્રીઓ રાસડા રમે છે.
  • રાસડા ગરબા જેવો જ એક પ્રકાર છે.
  • આ નૃત્ય નારી પ્રધાન્ય છે.
  • આજ નથી એ વધુ પડતું શરદપૂર્ણિમા, જન્માષ્ટમી, લગ્ન પ્રસંગે, મેળાઓ જેવાં પ્રસંગોમાં જોવા મળે છે.
  • ખોડી અને ભગવાન જાતિના સ્ત્રી પુરુષો સાથે મળીને રાસડા રમે છે.

(૫) ઢોલો રાણો નૃત્ય

  • ગોહિલવાડના પંથકના કોળી જાતિના લોકો દ્વારા :ઢોલો રાણો નૃત્ય’ કરવામાં આવે છે.
  • આ ભાવનગર જિલ્લાનું નૃત્ય છે.
  • ઢોલો રાણો નૃત્ય પાક કાપણી સમય નું છે.
  • આ નૃત્ય માટે ધોધાસર્કલ મંડળી જાણીતી છે.

(૬) ઠાગા નૃત્ય 

• ઠાગા નૃત્ય ઉત્તર ગુજરાતના ઠાકોરોનું પ્રમુખ નૃત્ય છે.

  • આ નૃત્યમાં જીવનમોત સંગ્રામ જેવું દ્રશ્ય ઉપજવવા ઠાકોરો હાથમાં તલવાર લઈને ઠાગા લેવા નીકળે છે.

(૭) હાલી નૃત્ય

• હાલી નૃત્ય સુરત અને તાપી જિલ્લાના દુબળા આદિવાસીઓનું નૃત્ય છે.

  • ગોળાકાર ગોઠવણી સાથે સ્ત્રી અને પુરુષ એકબીજાની કમરે હાથ રાખીને આ નૃત્ય પજવે છે.
  • બે ટુકડીઓનું નૃત્ય છે.
  • આ નૃત્યમાં ઢોલ અને થાળી પણ વગાડવામાં આવે છે.

(૮) મેર નૃત્ય

  • લડાયક ખમીર અને આકર્ષક બાહુબળ આ મેરનાં  નૃત્ય માટે જાણીતું છે.
  • મેર નૃત્યમાં લોકોના પગની ગતિ તાલ બંધ હોવા છતાં તરલતા ઓછી હોય છે.
  • મેર નૃત્યમાં ઘણીવાર વ્યક્તિઓ એક થી દોઢ મીટર જેટલો ઊંચે ઉછળે છે અને અનોખું દ્રશ્ય બનાવે છે.
  • આ નૃત્ય મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં જોવા મળે છે.

(૯) ચાળો નૃત્ય ડાંગ

  • ડાંગ વિસ્તારના આદિવાસી લોકો ચાળો નૃત્ય કરે છે.
  • ડાંગી નૃત્ય 27 જાતના તાલ ધરાવે છે.
  • ચાળો નૃત્યમાં મોર, ચકલી, મરથી, કાચબો જેવા પંખીઓ કે પ્રાણીઓની નકલ કરવામાં આવે છે.
  • આ નૃત્યમાં ડાંગી પુરુષો ગોળાકાર ગોઠવાઈ છે અને તેમના ખંભા પર બે જુદી જુદી સ્ત્રીઓના એક એક પગ હોય છે.
  • આ નૃત્યમાં થાળી, ઢોલક, મંજીરા કે પાવરી જેવા સાધનો દ્વારા સુર અપાય છે.

(૧૦) ઘેરીયા નૃત્ય (ઘેર નૃત્ય)

  • દક્ષિણ ગુજરાતના દુબળા આદિવાસીઓનું નૃત્ય છે.
  • નવરાત્રી ના સુપરવે માતા કાલિકા અને માતા અંબિકાને રિજવવા માટે ઘેરીયા નૃત્ય કરાય છે.
  • ઘેરીયા નૃત્યમાં એક હાથમાં મોરનાં પીછા અને બીજા હાથમાં તલવાર પકડેલી હોય છે.
  • આ ઘેરીયા નૃત્ય યુદ્ધના નૃત્યને મળતું આવે છે.

(૧૧) તડવીઓનું ઘેરિયા નૃત્ય

  • તડવીઓનું ઘેરિયા નૃત્ય પંચમહાલ, ભરુચ, વડોદરા, નર્મદા, તાપી, સુરત જિલ્લામાં જોવા મળે છે.
  • આ નૃત્યમાં વેશભૂષા ધારણ કરવા શરીર ઉપર ચુનો લગાડે, ભોઇ રીંગણી ના બીની માળા બનાવી ગળે પેરે, લીમડાના પાનનો ટોપો બનાવી માથે પહેરે નાની મોટી ઘંટડીઓ હાથમાં અને કેડી બાંધે છે.
  • હાસ્ય રૂપી વેશભૂષા ધારણ કરી તેઓ પાંચ દિવસ સુધી ગામે-ગામે ફરે છે.
  • આ નૃત્ય હોળીનું છે.
  • આ નૃત્યમાં ઘાઘરો પહેરી હાથમાં સૂપડું લઈને નાચે છે. ઘેર ન અપાતાં નૃત્યકાર સુખડું લઈને પાછળ પડે છે.

(૧૨) તલવાર નૃત્ય

  • પંચમહાલ અને દાહોદ નું આદિવાસી તલવાર નૃત્ય છે.
  • નૃત્યમાં તલવારથી યુદ્ધનો આભાસ થાય છે.
  • આ નૃત્યમાં પોળો ફોટો, શરીરે કારી બંડી અને મોઢે બોકાની બાંધવામાં આવે છે.
  • હાથમાં ઉઘાડી તલવાર રાખી ઢોલના અવાજ સાથે નૃત્ય કરવામાં આવે છે.
  • સૌરાષ્ટ્રના શુરાઓના તલવાર રાસને મળતું નૃત્ય છે.

(૧૩) શિકાર નૃત્ય

  • ધરમપુરના આદિવાસીઓનું નૃત્ય છે.
  • શિકાગની પ્રથામાંથી આ નૃત્ય ઉતરી આવ્યું છે.
  • નૃત્યમાં આદિવાસી પુરુષો તીર કામથા અને  હાથમાં ભાલા રાખે છે.
  • સૂર તાલ માટે ઢોલ મંજીરા અને પુગી સાધનોનો ઉપયોગ થાય છે.
  • શિકાર નૃત્ય સિદીઓના ધમાલ નૃત્ય ને મળતું આવે છે.

(૧૪) માંડવા નૃત્ય

  • વડોદરા અને નર્મદા જિલ્લાના તડવી આદિવાસીઓનું લોકનૃત્ય ‘માંડવા’ છે.
  • તેમાં પુરુષો કુંડાનું કરી બેસે છે અને તેમના ખંભા પર એક એક પગ મૂકી પુરુષ ઊભા રહે છે. ઉપલ પુરુષોના હાથમાં રૂમાલ કે છત્રી હોય છે.
  • ઢોલના તાલે બેઠેલ પુરુષો ઉભા થાય છે અને માંડવો નૃત્ય કરતો હોય તેમ લાગે છે.

(૧૫) ટિપ્પણી નૃત્ય 

  • સૌરાષ્ટ્રમાં ટિપ્પણી નૃત્ય એ ઘણી મોટી પ્રસિધ્ધિ મેળવી છે.
  • ટિપ્પણી નુત્ય શ્રમજીવી વર્ગના લોકોનાં જીવન સાથે સંકળાયેલું છે.
  • સૌરાષ્ટ્રના ચોરવાની કોળી સ્ત્રીઓ અને વેરાવળની ખારવણ સ્ત્રીઓ દ્વારા નૃત્ય ભજવાય છે.
  • ટીપ્પણી એક લાકડી છે, જેના નીચેના છેડે ચોરસ આકારનો વજન વાળો લાકડાનો કટકો લગાડેલો હોય છે.

(૧૬) પઢાર નૃત્ય કે મંજીરા નૃત્ય

  • ભાલ પ્રદેશના નળકાંઠામાં વસતા પઢોરોનું વિશિષ્ટ લોકનૃત્ય પઢાર નૃત્ય છે.
  • વાસ્તવિકતા ની દ્રષ્ટિએ પઢાર નૃત્યને સૌરાષ્ટ્રમાં સાચા મૂળ નૃત્યનો પ્રકાર ગણવામાં આવે છે.
  • પઢાર એ કોળીની આદિજાતિ છે.
  • પઢાર નૃત્ય દરિયાકાંઠે વસતા માછીમારોનાં જીવનનું આબેહૂબ વાતાવરણ ધરાવતું લોકનૃત્ય છે.

(૧૭) મેરાયો નૃત્ય

  • સાંઠાનાં વાવ તાલુકામાં વસતા ઘોર કોમના લોકોનું લોકનૃત્ય છે.
  • પાસના સરખેડ અથવા ઝુંઝોળી ગામના ઘાસના ઉંચા તોરણ ગૂંથીને મેરાયો બનાવાય છે. તે ઝુમખાને ‘નગલી’ કહેવાય છે.

(૧૮) ધામલ નૃત્ય

  • આ નૃત્યને ‘દેશીરા નૃત્ય’ તરીકે પણ ઓળખાય છે.
  • મૂળ આફ્રિકાના સીદી જાતિનું નૃત્ય છે.
  • અત્યારે આ લોકો અમરેલી જિલ્લાના જાફરાબાદ નજીકના જાંબુર ગામમાં વસેલ છે.
  • આ નૃત્ય રારા ન હોય તે પ્રકારનું છે.
  • જાંબુર ગામના અંદાજે 500 થી 700 સિદીની ની વસ્તી છે.
  • આ ગામને સૌરાષ્ટ્રના ‘ગામમાં આફ્રિકા’ તરીકે પણ ઓળખાય છે.

(૧૯) ગોફગૂંઠણ નૃત્ય 

  • ગોફગૂંઠણ નૃત્ય  સૌરાષ્ટ્રના કોળી અને કણબીઓનું જાણીતું નૃત્ય છે.
  • આ નૃત્યને ખુલ્લા મેદાનમાં માંડવા, વૃક્ષની મદદથી રમાય છે.
  • નૃત્યમાં નર્તન તેમજ સ્વસ્તિક જેવા વિવિધ આકારો રચાય છે.
  • આ નૃત્યમાં રંગીન કપડા ની પેટીઓ કે જાડી દોરીઓ અધર બાંધેલી કડીમાંથી પસાર કરી ગુચ્છામાં બાંધી અને એનો એક છેડો નીચે ગોળ ઊભેલા નૃત્યકારો એક હાથમાં પકડી બીજા હાથમાં દાંડિયા પકડી વેલ આકારમાં ગોળ ફરતા ફરતા ગીતો ગવાય છે.

(૨૦) જાગ નૃત્ય

  • આ મુખ્યત્વે નવરાત્રીનું નૃત્ય છે.
  • જાગ નૃત્ય સ્ત્રી પ્રધાન્ય  છે.
  • જાગ નૃત્ય અમદાવાદ, બનાસકાંઠા, રાધનપુર અને ગાંધીનગર વિસ્તારના   ઠાકોરો, રાજપૂતો અને પાટીદારોનું છે.
  • નૃત્યમાં માતાજીના જાંગ તેડવા ઉત્સવ વાળા ઘરેથી માતાજીના મઢ સુધી માથે જાંગ મૂકેલી સ્ત્રી ગરબાની વચમાં પગના ઠેકા સાથે ‘જાંગ નિત્ય’ કરે છે.

(૨૧) અશ્વ નૃત્ય

  • ઉત્તર ગુજરાતના કોળીઓનું લોકનૃત્ય ‘ અશ્વ નૃત્ય’ છે.
  • અશ્વ નૃત્ય કારતક માસની પૂર્ણિમાના દિવસનું લોકનૃત્ય છે.
  • આ નૃત્ય દ્વારા શૌર્યરસનું નું વર્ણન કરાય છે.
  • ગામના પુરુષો દ્વારા તલવાર વડે દુશ્મનદળ ને કાપતા હોય તેવુ દ્રશ્ય ઊભું  થાય છે.

(૨૨) વણજારાનું હોળી નૃત્ય

  • ગુજરાતમાં વસતા મારવાડીઓનું નૃત્ય છે.
  • આ નૃત્ય જન્માષ્ટમી અને હોળીના તહેવારે કરાય છે.
  • આ નૃત્યમાં પુરુષો પોતાના ખંભા પર મોટું યંગ મૂકીને વગાડે છે અને સ્ત્રીઓ હાથમાં રૂમાલ લઈને ઠારવો લે છે.

(૨૩) રૂમાલ નૃત્ય

  • મહેસાણા ના ઠાકોરો સાથે સંકળાયેલ નૃત્ય છે.
  • રૂમાલ નૃત્યમાં હાથમાં રૂમાલ હોય છે.
  • રૂમાલ નૃત્ય હોળી અને મેળા પ્રસંગ નું છે.

(૨૪) મરચી નૃત્ય

  • મરચી નૃત્ય તુરી સમાજની સ્ત્રીઓનું લોક નૃત્ય છે.
  • મરચી નૃત્ય લગ્ન પ્રસંગે કરવામાં આવે છે.
  • તાળી પાડયા વગર હાથની અંગચેસ્થા દ્વારા કરવામાં આવતું નૃત્ય છે.

(૨૫) આદિવાસી તૂર નૃત્ય

  • દક્ષિણ ગુજરાતમાં વસતા હળપતિઓનું તૂર નૃત્ય જાણીતું છે.
  • તૂર નૃત્યમાં તૂર વાઘ કે ઉટનાં ચામડા માંથી મઢેલ માટીનું બનાવેલું હોય છે.
  • નૃત્ય કરતા કરતા લોકો તમાકુ ચાવતા હોય છે અને બીડી પણ પીવે છે.
  • તૂર નૃત્ય રાતોની રાતો સુધી ચાલે છે.

(૨૬) આલેણી-હાલેણી નૃત્ય

  • આલેણી-હાલેણી નૃત્ય વડોદરા અને છોટાઉદેપુર ના તડવી જાતિ ની આદિવાસી સ્ત્રી નું લોક નૃત્ય છે.
  • વસંત ઋતુના આગમન ને વધાવવા માટે આલેણી-હાલેણી નૃત્ય કરવામાં આવે છે.
  • કન્યાઓ સહિયારો સાથે એકબીજાને કેડે હાથના કેદોરા કરી ગીતો ગાતા ગાતા નાચે છે.

ગુજરાતના નૃત્યો pdf

સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી માહિતી મેળવવા અમારી સાથે જોડાયેલા રહો અહીં આ પોસ્ટ Gujarat Na Lok Nritya સમાપ્ત થાય છે જો અહીં તમને કોઈપણ પ્રકારની સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી જરૂર જણાવજો.

FAQs 

ચાળો નૃત્ય એટલે કયું નૃત્ય?

ચાળો નૃત્ય એટલે ડાંગ વિસ્તારના આદિવાસી લોકોનું નૃત્ય.
આ નૃત્યમાં ડાંગી પુરુષો ગોળાકાર ગોઠવાઈ છે અને તેમના ખંભા પર બે જુદી જુદી સ્ત્રીઓના એક એક પગ હોય છે.

ધમાલ નૃત્ય કરતા સીદીઓ મૂળ ક્યાંના વતની હતા?

ધમાલ નૃત્ય કરતા સીદીઓ મૂળ આફ્રિકાના વતની હતા.આ નૃત્યમાં ડાંગી પુરુષો ગોળાકાર ગોઠવાઈ છે અને તેમના ખંભા પર બે જુદી જુદી સ્ત્રીઓના એક એક પગ હોય છે.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *