ગુજરાતનાં દેવભૂમી દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકામાં આવેલું ગાગા અભયારણ્ય અથવા મહાગંગા પક્ષી અભયારણ્ય છે. ગાગા એ વન્યજીવ અભયારણ્ય છે. ગાગા વન્યજીવ અભયારણ્ય (Gaga Wildlife Sanctuary) એ ગુજરાતના બે મહાન ભારતીય પક્ષી અભયારણ્યોમાંનું એક છે.
ગાગા વન્યજીવ અભયારણ્ય (Gaga Wildlife Sanctuary) | મહાગંગા પક્ષી અભયારણ્ય
મહાગંગા પક્ષી અભયારણ્ય 332.87 હેક્ટર વિસ્તારમાં ફેલાયેલું છે. જેને નવેમ્બર 1988માં વન્યજીવ અભયારણ્ય તરીકે ઘોષિત કરાયેલ છે. આ અભયારણ્ય નો જમીન વિસ્તાર ઘાસની જમીન, કેર્ડો ( કેપેરીસ ડેસીડુઆ ), પ્રોસોપિસ ચિલેન્સિસ , ખારા ઝાડી, પિલૂ અને ગોરાડ જમીન ધરાવે છે.
અહીં જંગલી બિલાડી, વરૂ, નીલગાય, મંગૂસ , સોનેરી શિયાળ, જેવા પ્રાણીઓ તેમજ ઘોરાડ, ફ્લેમિંગો જેવા વિવિધ પક્ષીઓ વસવાટ કરે છે. સ્થળાંતર કરનારા પક્ષીઓ જેવા કે પેલિકન, સ્પોટ-બિલ્ડ બતક, ફ્લેમિંગો, ડેમોઇસેલ ક્રેન્સ અને સામાન્ય ક્રેન્સ મોટી સંખ્યામાં શિયાળા દરમિયાન આ અભયારણ્ય ની મુલાકાત લેવા આવે છે.
અહીં હોબારા બસ્ટાર્ડ, ઈન્ડિયન વુલ્ફ જેવી દુર્લભ અને ભયંકર પ્રજાતિઓ જોવા મળે છે. તેમજ વિવિધ પ્રાણી પ્રજાતિમાં સસ્તન પ્રાણીઓની 12 પ્રજાતિઓ, સરિસૃપની 8 પ્રજાતિઓ અને પક્ષીઓની 88 પ્રજાતિઓ છે. અપૃષ્ઠવંશી પ્રાણીઓ જેવા કે મધમાખી, ભમરી, કરોળિયા, પતંગિયા, શલભ અને ઉધઈ પણ હાજર છે.
જેમ ગુજરાતમાં કચ્છ ઘોરાડ અભયારણ્ય ઘોરાડની વસ્તી ધરાવે છે તેમજ મહાગંગા પક્ષી અભયારણ્ય પણ ઘોરાડની વસ્તી ધરાવે છે. જોકે હાલમાં આ પક્ષી લગભગ ગુજરાતના બધા અભયારણ્યમાંથી બે દાયકાઓ પહેલા જ નામશેષ થઇ ગયેલ છે. એમ કહી શકાય કે સંરક્ષણ માટે સ્થાપવામાં આવેલા ગુજરાતના તમામ અભયારણ્યોમાંથી આ પક્ષી ગાયબ થઈ ગયું છે.
ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ (GIB)
વર્ષ 2007ની વસ્તી ગણતરી મુજબ ગુજરાતમાં 48 પક્ષીઓની વસ્તી હતી વિશ્વમાં સૌથી વધુ સંખ્યામાં ગ્રેટ ઈન્ડિયન બસ્ટાર્ડ (GIB) ધરાવવામાં બીજા ક્રમે છે જે ગુજરાત માટે ગર્વ ની વાત છે.
1 મીટર જેટલી ઊંચાઈ અને સફેદ રંગ ની ગરદન વાળા પક્ષીને ઘાસના મેદાનમાં સરળતાથી ઓળખી શકાય છે. માદા એ કદમાં નાની હોય છે તેમજ તે છાતી પર પહોળા સુપરસિલિયમ અને તૂટેલા બેન્ડ ધરાવે છે. માદાની સરખામણીમાં નર મોટા , અને ઊંચા હોય છે. રંગમાં તે છાતી પર સંપૂર્ણ કાળી પટ્ટી ધરાવે છે. તેમનો ખોરાક અનાજ, નાના સરિસૃપ, ભમરો, ખડમાકડીઓ અન્ય જંતુઓ હોવાથી તેમને ‘ખેડૂતોના મિત્ર’ પણ કહે છે.
FAQs.
how many square kilometers of the gaga wildlife sanctuary in gujarat is protected area?
Ans: The Gaga Wildlife Sanctuary protected area in Gujarat covers an area of 332.87 hectares (333 sq km).
Which animals are protected in Gaga wildlife sanctuary?
Ans: Animals like wild cat, wolf, nilgai, mongoose, golden jackal and various birds like Ghorad, flamingos are protected in Gaga wildlife sanctuary.(The fauna includes 12 species of mammals, 8 species of reptiles and 88 species of birds. Invertebrates such as bees, wasps, spiders, butterflies, moths and termites are also present).
Where is ganga bird Sanctuary located?
Ans: Gaga bird Sanctuary is located in Kalyanpur taluk of Devbhoomi Dwarka district of Gujarat.