મોઢેરાનું સૂર્યમંદિર- Modhera Sun Temple Mehsana

WhatsApp Group Join Now
Telegram Group Join Now

નમસ્કાર મિત્રો , સ્વાગત છે તમારું આપણી નવી પોસ્ટમાં , આજે અમે તમને મોઢેરાનું સૂર્યમંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, મોઢેરા ખાતેના સૂર્ય મંદિરમાં મુખ્ય પ્રવેશદ્વાર દ્વારા સૂર્યનું પ્રથમ કિરણ કોને પ્રકાશિત કરે છે ? ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ અને ગુજરાતમાં સૂર્યમંદિર કયા જિલ્લામાં આવેલું છે વિષે માહિતી મેળવશું, જે ભારતના  સૌથી જૂના સૂર્ય મંદિરોમાંનું એક ગણાય છે.

મોઢેરાનું સૂર્યમંદિર

ગુજરાતમાં સૂર્યમંદિર અમદાવાદથી લગભગ 102 કિલોમીટરના અંતરે અને ઉત્તર ભાગમાં આવેલા મહેસાણા જિલ્લાના મોઢેરા ગામ ખાતે આવેલું પ્રાચીન સૂર્ય મંદિર  છે. મોઢેરાનું સૂર્યમંદિર પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે. આ મંદિરની સામે આવેલી પુષ્પાવતી નદી મંદિરને ચાર ચાંદ લગાડે છે. મોઢેરા સૂર્ય મંદિર એ ભારતની પ્રાચીન અને અનોખી કારીગરીનું અનોખું ઉદાહરણ છે. ઉત્તરના ચંદેલ મંદિર અને દક્ષિણના ચોર મંદિરનું સમકાલીન સ્થાપત્ય છે.

ડાયમંડ નું રહસ્ય

એવું માનવામાં આવે છે કે સૂર્યમંદિર ના ગર્ભ ગૃહમાં સૂર્યનારાયણની ઘોડાવાળી સોનાની મૂર્તિ તેમજ મૂર્તિમાં મધ્યમાં એક હીરાનું એક બંધ રહસ્ય રહેલો છે. જે મંદિર ઉપર આક્રમણ થયું ત્યાર નું છે.

મોઢેરા સૂર્યમંદિરની સ્થાપના

શિલાલેખો અનુસાર , આ મંદિર સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ દ્વારા ઇસ ૧૦૨૬-૧૦૨૭માં (વિક્રમ સંવત ૧૦૮૩) બનાવવામાં આવ્યું હતું. આ સૂર્યમંદિરનું ભોગોલીક સ્થાન એ ૨૩.૬° અક્ષાંશ વૃત્ત પર કર્કવૃત્ત નજીક બંધાયેલું છે.  એવું કહેવામાં આવે છે કે સોલંકી વંશના રાજા ભીમદેવ પ્રથમ સૂર્યવંશી હતા તેથી સૂર્ય દેવની પૂજા કરવા માટે આ મંદિર બનાવવામાં આવ્યુ હતું. 

એવું માનવામાં આવે છે કે તેમના શાસનકાળ દરમિયાન, ખિલજી વંશના શાસક અલાઉદ્દીન ખિલજી એ સૂર્યદેવના આ ભવ્ય મંદિરમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું અને તેમણે મંદિરને ખંડિત કર્યું હતુ જેથી હવે સૂર્ય નારાયનની પુજકરવામાં આવતી નથી.

પંચમુખી

સૂર્ય મંદિરના સામેના શિવ મંદીરને પંચમુખી મંદિર કહે છે. આ મંદિર ની છત માત્ર ને નુકશાન થયું હતું અને શિવલિંગને કઇ ઇજ્જા ન થય હોવા થી આ મંદિરમાં પૂજા કરવામાં આવે છે.

મંદિરનું વાસ્તુશિલ્પ

શિલ્પકલા અને સ્થાપત્ય કલાનો અદ્દભૂત ઉદાહરણ ધરાવતું આ વિશ્વપ્રસિધ્ધ  મોઢેરાના સૂર્ય મંદિરની સૌથી મોટી ખાસિયત એ છે કે સમગ્ર મંદિરના નિર્માણમાં કોઈ પણ ચૂનાનો ઉપયોગ નથી કરવામાં આવ્યો. મંદિરનું સ્થાપત્ય ઈરાની શૈલી માં કરવામાં આવ્યું છે. મોઢેરા ના સૂર્ય મંદિર માં ત્રણ અક્ષીય બાંધકામો ધરાવે છે: ગર્ભગૃહ ( ગભારો ) કે જે ગૂઢમંડપ (હૉલ)માં છે, બાહ્ય હૉલ કે જે સભામંડપ કે રંગમંડપ તરીકે ઓળખાય છે, અને ત્રણ પવિત્ર કુંડ. પહેલો ભાગ ગર્ભગૃહનો અને બીજો સભામંડપનો છે

સૂર્ય મંદિરની સભામંડપ નું બાંધકામ ગૂઢમંડપની સાતત્યમાં નથી  છતાં પણ થોડું દૂર એક અલગ બાંધકામ તરીકે છે. બંને બાંધકામો ને અનોખાં ઉંચા ચબૂતરા પર બંધાયેલ છે. તેમનાં ઘણા શિખરો, ઉપરની છતને અવગણતા ઘણાં વર્ષો પહેલાં ભાંગી ગયેલા છે.  આ બંનેની છતોનો વ્યાસ ૧૫ ફૂટ ૯ ઇંચ જ છે પણ તે  અલગ અલગ સંપૂર્ણ રીતે  બંધાયેલ છે. આ મંદિરનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું છે કે ભૂકંપ પછી પણ મંદીરની ઇમારત ને નુકસાન ન થાય.

ગૂઢમંડપ 

મંદિરનો અનોખો ગૂઢમંડપ નુ માપ ૫૧ ફૂટ ૯ ઇંચ બાય ૨૫ ફૂટ ૮ ઇંચનું છે. તે સમાન રીતે હૉલ અને ગર્ભગૃહ એમ બે ભાગમાં વિભાજીત થયેલું છે અને તે બંને લંબચોરસ પ્લાનના છે. મંદિરના ગર્ભગૃહ ને કુંડલ પણ કહેવાય છે કારણ કે તે મંડપ થી સજ્જ છે, જ્યારે આ મંદિરનો પડછાયો મંડપની સામેના સૂર્યકુંડ પર પડે છે, ત્યારે તે દૃશ્ય ખુબ જ મનોહર લાગે છે. ગર્ભગૃહની અંદરની લંબાઈ ૧૧ ફૂટ ચોરસ છે અને તેની બહારની દિવાલ તથા ગૂઢમંડપની અંદરની દિવાલ વડે પ્રદક્ષિણામાર્ગનું નિર્માણ થાય છે. શિખર અત્યારે અસ્તિત્વમાં નથી. અહીં નિર્માણ એ રીતે થયું છે કે સૂર્ય સંપાત (એ દિવસ કે જ્યારે દિવસ અને રાત બંને સરખા હોય) વખતે તે સૂર્યના પ્રથમ કિરણો સૂર્યની પ્રતિમા પર પડે ,  અને દક્ષિણાયણ ( વર્ષ નો લાંબામાં લાંબો દિવસ) વખતે ભરબપોરે સૂર્ય બરાબર માથા પર હોય અને ગૂઢમંડપનો કોઈ પડછાયો જમીન પર ન પડે.

સભામંડપ

સૂર્યમંદિર નો સભા મંડપ અતિ સુંદર લાગે છે તે 52 સ્તંભ પર ઉભેલા મંડપ વર્ષના 52 અઠવાડિયા નું પ્રતિક દર્શાવે છે. મંદિરના વિવિધ શિલ્પોમાં ભગવાન સૂર્યનારાયણ ની પ્રતિમા અને રામાયણ મહાભારતના શિલ્પો જોવા મળે છે. સભામંડપ ને  રંગમંડપ પણ કહે છે જે  ચતુષ્કોણીય બાંધકામ ધરાવે છે 

પવિત્ર કુંડ | સુર્ય કુંડ | રામકુંડ

પવિત્ર કુંડ, કે જેને રામકુંડ અથવા સુર્ય કુંડ પણ કહેવાય છે, તે લંબચોરસ આકાર નું છે. જો તેનું માપ કરવામાં આવે તો ઉત્તરથી દક્ષિણ દિશામાં ૧૭૬ ફૂટનું અને પૂર્વથી પશ્ચિમમાં ૧૨૦ ફૂટનું છે. તેની પર કુલ ૧૦૮ નાના મંદિરો આવેલા છે અને પશ્ચિમ બાજુમાં એક મધ્યમ રીતે સુશોભિત વાવ પણ છે. અહીંના બે સ્તંભો સૂચવે છે કે કોઈક સમયે કિર્તીતોરણ પણ હતું.

મોઢેરા ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ | મોઢેરા નો મેળો

ઉત્તરાર્ધ મહોત્સવ નું આયોજન મોઢેરામાં જાન્યુઆરી મહિનામાં થાય છે. ઉત્તરાર્ધ મહોત્સવ શરૂઆત દર વર્ષે જાન્યુઆરીના ત્રીજા સપ્તાહમાં ૩ દિવસનો નૃત્ય મહોત્સવ ઉત્તરાયણ પછી યોજે છે, જેને ઉત્તરાર્ધ મહોત્સવ તરીકે ઓળખાય છે. સૂર્યના ધનુ અને મકર પ્રવેશના મધ્ય-અર્ધ વખતે જ્યારે શિયાળો પુરો થય રહ્યો હોય અને ઉનાળાના દિવસો લાંબા થવાની શરૂઆત થતી હોય તેવા ‘અર્ધ’ અવસરે શાસ્ત્રીય નૃત્યનો આ ઉત્સવ સૂર્યમંદિરમાં ઉત્તરાર્ધ ઉત્સવ તરીકે મનાવાય છે. આ મહોત્સવનો હેતુ ભારતીય શાસ્ત્રીય નૃત્ય જેવા કે ભરત નાટ્યમ , ઓડીસી, કુચીપુડી , મોહિની, અટ્ટમ , કથ્થક દ્વારા લોકો માં આપણા ઐતિહાસિક વારસા ની ખ્યાતિ પ્રદાન કરવાની છે. જેથી તેવો પણ આપણા વિવિધ સ્થાપત્ય અને સાંસ્કૃતિક વારસાથી પરીચિત થાય. 

FAQs 

મોઢેરાનું સૂર્યમંદિર કયા જિલ્લામાં આવેલું છે?

મોઢેરાનું સૂર્યમંદિર મહેસાણા જિલ્લામાં આવેલું છે.

મોઢેરાનું સૂર્યમંદિર કોણે બંધાવ્યું હતું?

૧૧મી સદીમાં સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકી (ભીમદેવ પહેલા)ના શાસનકાળમાં બનાવવામાં આવેલ છે.

મોઢેરાનું સૂર્યમંદિર કઇ નદીના કિનારે આવેલું છે?

મોઢેરાનું સૂર્યમંદિર પુષ્પાવતી નદીના કિનારે આવેલું છે.

મોઢેરા ખાતેના સૂર્ય મંદિરમાં મુખ્ય પ્રવેશદ્વાર દ્વારા સૂર્યનું પ્રથમ કિરણ કોને પ્રકાશિત કરે છે ?

મોઢેરા ખાતેના સૂર્ય મંદિરમાં મુખ્ય પ્રવેશદ્વાર દ્વારા સૂર્યનું પ્રથમ કિરણ ગર્ભગૃહ ને પ્રકાશિત કરે છે.

મોઢેરા સૂર્ય મંદિર ગુજરાતનાં અહમદાબાદ થી કેટલું દૂર છે?

મોઢેરા સૂર્ય મંદિર ગુજરાત નાં અહમદાબાદ થી લગભગ 102 કિલોમીટરના અંતરે દૂર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *