શાળા, કૉલેજ અને મહાવિદ્યાલયોમાં ઇતિહાસનાં પુસ્તકો ITIHAS JANVANA STROT વિશે માહિતી આપે છે. પ્રાચીન ભારતનો ઇતિહાસ ઈ.સ. પૂર્વ ૩૫૦૦ થી શરૂ થાય છે આ વાત સૌથી સામાન્ય રીતે માનવામાં આવે છે પરંતુ આ સમયગાળા પહેલાં પણ ભારતમાં સંસ્કૃતિ અને સભ્યતાનો વિકાસ થઈ ચૂક્યો હતો આજના લેખમાં આપણે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાનાં સ્ત્રોતો વિશે વાત કરીશું.
ITIHAS JANVANA STROT
પ્રાચીન ભારતનો ITIHAS JANVANA STROT ઘણા બધા મળે છે આમાં મુખ્યત્વે નીચેનાનો સમાવેશ થાય છે:
લખાણો: પ્રાચીન ભારતમાં લખાણોની ઘણી પ્રકારની પરંપરાઓ હતી આમાં વેદ, ઉપનિષદ, પુરાણ, ઇતિહાસ, સાહિત્ય, કાયદા અને વૈજ્ઞાનિક લખાણોનો સમાવેશ થાય છે.
પ્રાચીન સ્થળો: ભારતમાં ઘણા બધા પ્રાચીન સ્થળો છે, જેમાં નગરો, મંદિરો, શહેરો, કિલ્લા અને ખોદકામના સ્થળોનો સમાવેશ થાય છે આ સ્થળો આપણને પ્રાચીન ભારતીય સંસ્કૃતિ અને સમાજ વિશે માહિતી આપે છે.
પ્રાચીન વસ્તુઓ: પ્રાચીન ભારતમાંથી ઘણી બધી પ્રાચીન વસ્તુઓ મળી આવી છે, જેમાં મૃત્યુ પછીના વસ્તુઓ, ઘરેલું વસ્તુઓ, શસ્ત્રો, સાધનો અને શિલ્પોનો સમાવેશ થાય છે આ વસ્તુઓ આપણને પ્રાચીન ભારતીય લોકોના જીવન વિશે માહિતી આપે છે.
હસ્તપ્રત: હસ્તપ્રત એટલે કે હાથ વડે લખાયેલા પત્ર, હસ્તપ્રત પત્રમાં ઘણાં પ્રકારો છે (તાડપત્ર, ભોજપત્ર, અભિલેખો, તામ્રપત્ર) જેની માહિતી નીચે આપેલી છે.
અવતરણ
આ લેખની શરૂઆતમાં જે અવતરણ આપવામાં આવ્યું છે તે ભારતીય ઇતિહાસકાર એસ. આર. રાય દ્વારા લખાયેલું છે આ અવતરણમાં તેઓ ભારતીય ઇતિહાસના સૌથી પ્રારંભિક સમયગાળા વિશે વાત કરે છે તેઓ માને છે કે આ સમયગાળાને વધુ સારી રીતે સમજવા માટે આપણે આપણા ઇતિહાસના પાઠ્યપુસ્તકો અને મુદ્દાઓને પુનઃપરીક્ષણ કરવાની જરૂર છે.
ITIHAS JANVANA STROT – ઇતિહાસ જાણવાના સાધનો-સ્ત્રોતો
તાડપત્ર | ભોજપત્ર |
અભિલેખો | તામ્રપત્ર |
સિક્કા | અવશેષો (પ્રાચીન સ્થળો, વસ્તુઓ) |
તાડપત્ર અને ભોજપત્ર
આપણને વિચાર થતો હોય છે કે પ્રાચીન સમયમાં માનવી લખવા માટે શેનો ઉપયોગ કરતો હશે પ્રાચીન માનવીએ હસ્તપ્રદ દ્વારા લખાણ કરતા હતા.
તાડપત્ર
તાડ વૃક્ષના પર્ણ પર લખાયેલી હસ્તપ્રતો ને તાડપત્ર કહે છે હસ્તપ્રત માં માટે તાડપત્રનો ઉપયોગ એશિયાના અમુક કેટલાક ભાગોમાં ઇ.પૂ. ૧૫ મી સદી સુધી જોવા મળતો હતો શરૂઆત ના ભાગોમાં જ્ઞાન એક પેઢી થી બીજી પેઢી સુધી સ્થાનાંતરિત કરવામાં મૌખિક રીત નો ઉપયોગ થતો પણ વિવિઘ લિપિના ઉદ્દભવ પછી, જ્ઞાનને હસ્તપ્રત એટલે તાડપત્રોમાં સુરક્ષિત કરવાનું શરૂ થયું.
ભોજપત્ર
યુરોપ, એશિયા અને ઉત્તર અમેરિકામાં હિમાલયની ચોટીમાં થતા ભુજ નામના વૃક્ષની પાતળી આંતર છાલ ઉપર લખાયેલ હસ્તપ્રતો ને ભોજપત્ર કહે છે. આપણને તાડ વૃક્ષના પર્ણ અને ભૂજ વૃક્ષની છાલ પર લખાયેલા હસ્તપ્રતો પરથી પ્રાચીન માનવની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિ ની જાણકારી મળે છે આવા અનેકો હસ્તપ્રતો મળી આવેલ છે જેના પરથી ભારતના પ્રાચીન યુગના માનવી વિશે આપણે માહિતી મળે છે.
આ પ્રકારના વધુ પડતા હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચવાયેલા હોય છે તેમાં સંસ્કૃતિ પ્રાકૃતિ અને તમિલ જેવી ભાષાઓ લખાયેલી જોવા મળે છે રસપ્રદ વાત એ છે કે કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યા છે જે પોથી સ્વરૂપે પણ સચવાયેલા છે હસ્તપ્રતોમાં મોટાભાગે ધાર્મિક, રીત-રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે.
આપણ વાંચો: ગુજરાતનું સૌથી મોટું ગ્રંથાલય – Central Library Vadodara
અભિલેખો
મજબૂત લોખંડ કે અન્ય ધાતુઓ અને પથ્થરો પર કોતરાયેલા કે લખાયેલા લેખોને અભિલેખ કહેવાય છે આ અભિલેખોમાંથી પણ ઇતિહાસની જાણકારી મળી છે પ્રાચીન સમયમાં રાજા પોતાના આદેશોને શીલાઓ પર કોતર આવી પ્રજા સાથે વાતચીત (સંવાદ) કરતા હતા.
ભારતના અનેક મહાન રાજા અને રાણીઓએ તેમના રાજ્ય, વિજય, ધર્મ અને સંસ્કૃતિ ની માહિતી પણ આ પ્રકારના અભિલેખો પર લખાવેલી છે આ લેખોની લાક્ષણિકતા એ છે કે તે લાંબા સમય સુધી સૂચવાયેલા રહે છે આ પ્રકારના લેખોમાં અશોકનો શિલાલેખ એ ખૂબ જ જાણીતો છે.
તામ્રપત્ર
તાંબા ધાતુના પત્ર ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર આ શબ્દો ઉપરથી તમને અંદાજો આવી ગયો હશે કે તામ્રપત્ર કોને કહેવાય પહેલાના સમયમાં રાજાઓ પોતાના વહીવટ તંત્ર અને પોતે કરેલ દાન ની માહિતી તામ્રપત્ર પર કોતરાવતા હતા મહત્વની વાત એ છે કે ગુજરાતમાં મોટી સંખ્યામાં તામ્રપત્ર મળી આવ્યા છે.
તામ્રપત્ર માંથી વિવિધ રાજાઓના નામ તેના ધર્મ વિશે શાસન વહીવટ તેમજ દાન ધર્મની વિગતો મળે છે આ પ્રકારના તામ્રપત્રોએ શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન મંદિર (પાટણ ઉત્તર ગુજરાત), એલડી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડોલોજી (નવરંગપુરા, અમદાવાદ), રરભો . જે. અધ્યયન અને સંશોધન વિદ્યાભવન (અમદાવાદ), શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર (કોબા, ગાંધીનગર) માં સચવાયેલા છે.
સિક્કા
ઈતિહાસ જાણવાનું અગત્યનું સાધન સિક્કા પણ છે સિક્કા પરથી રાજાનું નામ, ધર્મ, સંસ્કૃતિ તેમજ તેના સમય વગેરેની પણ માહિતી મળે છે ભારતમાં ઈ.પૂ. ૫મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે પંચમાર્ક સિક્કા એટલે ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીબમાં મૂકી દબાણ આપી બનતી ધાતુની રચના.
અમને આશા છે ITIHAS JANVANA STROT પોસ્ટ તમને ગમી હશે પોસ્ટ ને લઈને કોઈ પણ સમસ્યા હોય તો નીચે કોમેન્ટ કરી જરૂર જણાવજો
આપણ વાંચો